________________
ધર્મોપદેશ સાંભળવામાં ત્રણ પુતળીઓની કથા
એમ સાંભળીને પંડિતે એ પુતળીઓ હાથમાં લઈ સારી રીતે તપાસે છે પરંતુ ત્રણ પુતળીઓનું રહસ્ય જાણવાને શક્તિમાન થતા નથી. ત્યારે ક્રોધ પામેલો રાજા બોલે છે–“આ મોટી સભામાં કેઈપણ આનું મૂલ્ય કરવા સમર્થ નથી ? ધિક્કાર છે તેમને ત્યારે કાલીદાસ કહે છે–ત્રણ દિવસમાં જરૂર કીંમત કહીશ. એમ કહીને તે પુતળીઓને લઈને ઘેર ગયો. વારંવાર જેઈને વિચાર કરે છે. સુક્ષ્મદષ્ટિથી તેને નીરખે છે ત્યારે તે પુતળીઓના કાનમાં છિદ્રો જુએ છે. જેઈને તે કાણામાં પાતળી સળી નાંખે છે. એમ બધી પુતળીમાં સળીઓ નાંખીને તપાસીને તેની કીંમત આંકે છે. ત્રણ દિવસને અંતે રાજાની સભામાં જઈને રાજાની આગળ તેઓને ક્રમસર રાખીને તેણે કહ્યું– પ્રથમ પુતલીનું મૂલ્ય એક કેડી માત્ર છે. બીજીનું એક રૂપીઆ જેટલું અને ત્રીજીનું મૂલ્ય એક લાખ રૂપીયા છે.”
તે કીંમત સાંભળીને બધી સભા આશ્ચર્ય મગ્ન થઈ. વિદેશીએ કહ્યું–‘આણે સાચી કીંમત કહી છે. મને પણ તેજ માન્ય છે.” રાજાએ કાળીદાસને પૂછયું–તમે સરખા પ્રમાણ, વર્ણ અને રૂપવાળી આ પુતળીઓનું કેવી રીતે જુદું જુદું મૂલ્ય કહ્યું ?” કાલીદાસ કહે છે-“હે રાજા ! મેં પહેલી પુતળીનું મૂલ્ય કોડી માત્ર કહ્યું કારણ કે એના કાનના પિલાણમાં સળી નાંખી તે બીજા કાનમાં બહાર નીકળી તેથી તે એમ ઉપદેશ આપે છે કે “જગતમાં ધર્મ સાંભળનારા શ્રેતા ત્રણ પ્રકારના કહ્યા છે. પહેલો સાંભળનાર આવતો હોય છે, જે આત્મહિતકર વચન સાંભળે છે, સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢી નાંખે છે. પણ તે અનુસાર વર્તત નથી. તે સાંભળનારો શ્રોતા પહેલી પુતળી જેવો જાણવો. તેનું કંઈ પણ મૂલ્ય નથી. એથી મેં પહેલા શ્રોતાની જેવી પહેલી પુતળીનું મૂલ્ય કોડી માત્ર કર્યું. બીજી પુતલીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તે એમ કહે છે– જગતમાં કેટલાક શ્રોતાઓ આવા હોય છે જે આત્મહિતકર વચન સાંભળે છે અને
કાળજાશે સાચી કી બધી સભા ,