________________
૨૦૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પણ જઈને એ પ્રમાણે કચરો ફેંકે છે. એ પ્રમાણે તે વારંવાર કરે છે. ત્યારે કપાયમાન થયેલા તેણે બાળ્યો છે તે મરીને ગંગા કિનારે હંસ થયે. મુનિ પણ વિચરતા માહ માસમાં કઈ વાર ત્યાં આવ્યા. નદી ઉતરીને ઈરિયાવહિયં પ્રતિક્રમે છે. ત્યાં પણ દ્વેષથી તે હંસ ઠંડા પાણીથી તેને ઉપસર્ગ કરે છે. તે આ છે એમ વિચારીને તે સાધુ તેને બાળે છે. હસ મરીને અંજની પર્વતમાં સિંહ થયો. ઉગ્ર તપશ્ચર્યા વડે કર્મની નિર્જરા કરતે તે મુનિ વિચરતા તે વનમાં આવ્યા, તે સિંહ પણ તેને જોઈને હણવા દેડે છે. મુનિ પણ તે સિંહને તેજેલેશ્યાથી બાળે છે. એમ જુદા જુદા મરણથી અકામનિર્જરા વડે કર્મના ભારને હળવા કરે તે કાશીમાં બ્રાહ્મણને પુત્ર થયે. અનુક્રમે મોટો થતે તે બાળકોની સાથે એક વાર ખેલે છે. તે ધર્મચી અનગાર તે પાપની આલોચના કરીને પ્રતિક્રમણ કરતા, પરમ સંવેગને પામેલા અનુક્રમે વિચરતા કાશીનગરના બહાર ઉદ્યાનમાં આવ્યા. ભિક્ષા માટે નગરમાં જતા તેને બ્રાહ્મણપુત્રે જોઈને પૂર્વભવના અભ્યાસથી ક્રોધથી ધમધમતે બાળકની સાથે તે મહાત્માને ઘણે ત્રાસ પમાડે છે. સજજને વડે નિષેધ કરાયા છતાં પણ મુનિને તર્જના કરતા તેની પાછળ જાય છે. મુનિ પણ “શું આ નંદને જીવ છે એમ વિચારીને તેને બાળે છે. તે બ્રાહ્મણપુત્ર બાકીના દુષ્ટ કર્મને નાશ કરીને, શુભ ભાવની પરિણતિથી કાશી દેશને રાજા થયે.
ધર્મરુચી, તે સંપુરૂષો ધન્ય છે જે મોક્ષ માર્ગને પામેલા જીવને કર્મમા બંધને કારણભૂત થતા નથી.” એમ વિચારતા શુદ્ધ તપ ચરિત્ર વાળા તે દુષ્કર્મની, કર્યા અને નિંદા વડે પાપકર્મોને માશ કરતા ગામેગામ વિહાર કરે છે. જેથી કહ્યું છે કે–સર્વ કર્મપ્રકૃતિને પરિણામવશાત ઉપક્રમ કહ્યો છે. તે પ્રાયઃ અનિઃ કચિત કર્મ જાણો પણ તપથી નિકાચિત કર્મોને પણ ફેરફાર (ઉપક્રમ) થાય છે.