Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 247
________________ ૨૦૨ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નારીએ સાંભળીને વિચાર્યું. પૂર્વભવમાં કાંઈ પણ સુકૃત ન કર્યું તેથી આ ભવમાં દુઃખી થઈ છું. આ ભવે પણ કાંઈ પણ દાનાદિક સારું કામ કર્યું નથી તેથી પરલોકમાં પણ મને દુઃખ જ થશે. અને મને ધિક્કાર છે. કડી ભોમાં પણ દુર્લભ એવા માનવ જન્મને નિર્ભાગી એવી મેં ગુમાવ્યું. આથી આજે પણ શ્રી મહાવીરને નમીને ધર્મ સાંભળીને, તેના નેત્રકમળને જોઈને જન્મ પામ્યાનું ફળ હું ગ્રહણ કરીશ. પરંતુ ત્યાંથી પાછી ફરેલી હું કેમ ભેજન કરીશ ? હા જાણ્યું. લાકડાની ભારી વેચવા વડે મારું ભોજન થશે. એમ વિચારીને પર્વતમાંથી નીકળતી નદી પાસે રહેલા પર્વત પાસે જઈને કાષ્ઠની ભારી ગ્રહણ કરી ગિરિમાંથી નીકળતી નદી તરફ ગઈ. ત્યાં હાથપગ ધોઈને વિચારે છે “શ્રીમંત મારો સુંદર પુષ્પોથી જિનેશ્વરને પૂજે છે. લક્ષ્મીથી બધુ સાધ્ય છે. મારે તે તે નથી એથી હું મફત મેળવી શકાય એવા હલકા, સિંદુવારના ફૂલોથી સર્વને પૂછશ. ત્યારબાદ નદી કિનારે રહેલા તુચ૭ ફુલોને એકઠા કરીને, વસ્ત્રના છેડે બાંધીને વીરપ્રભુને વદિવા આગળ નીકળી. રાજા પણ પ્રભાતમાં ઉત્તમ હાથી ઉપર આરૂઢ થયેલો, હાથી, ઘોડા અને પદાતિ સન્યથી પરિવરેલે, સર્વઋદ્ધિ સહિત શ્રી વીરનાથને વંદન કરવા માટે નીકળ્યો. તેમ જ નગરજને પરિવાર સહિત, ઘરેણાંથી વિભૂષિત થયેલા નીકળ્યા. લાકડાંના ભાર સહિત, વીરને વાંદરાને ઉત્કંઠાવાળી ધીમે ધીમે તેણીને જતી જોઈને જિતારી રાજા પણ પ્રસન્ન મનવાળો થયો. તેણે પોતાના સેનાપતિને હુકમ કર્યો “આ વૃદ્ધાને કઈ હેરાન ન કરે. હવે તે દુર્ગા નારી, વધતા શુભ પરિણામવાળી, વર્ધમાન જિનેશ્વરનું ધ્યાન ધરતી સમોસરણના દ્વારે આવતી છતી નેત્રને અમૃતના અંજન સમાન સુખકારક, ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપતા શ્રી મહાવીર સ્વામીને જોવે છે. સુર, અસુર અને રાજાઓ વડે સેવાતા વીર પ્રભુને જોઈને રોમાંચિત દેહવાળી આંખમાંથી હર્ષના આંસુ સારતી ધ્યાન કરે છે વિચારે છે—હું ધન્ય છું,

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254