________________
ભાવભક્તિ ઉપર ભીલની કથા
૧૯૨
એટલામાં ધનુષ્ય બાણ વડે યુક્ત હાથવાળા, પાણીથી ભરેલા વદન કલશવાળા, દેવપૂજન કરવાને આવ્યા. તે શિવદેવને કાણી આંખવાળા જોઈને વિચારે છે “ અરે અરે કષ્ટ કષ્ટ દેવનું આ નયન નષ્ટ થયું. દેવ ઉપર મારી ભક્તિ શું ? કેવા અનુરાગ ? કેવું હુમાન ? અરે અરે મારા દેવ એક આંખવાળા, મારે બે આંખે, આ અયેાગ્ય છે. ત્યારબાદ સાહસથી ઉલ્ટસિત થયેલ તે બાણુથી પોતાની આંખને બહાર કાઢીને દેવના મુખમાં સ્થાપે છે. ત્યારે તે દેવ મધુર વાણીથી તે બ્રાહ્મણુને કહે છે “ હે શ્રેષ્ડ બ્રાહ્મણુ ! આ ભીલની પણ બહુમાન ભક્તિ, અનુરાગ તેમજ નેત્ર આપવા વડે પ્રગટ કરાતા આના અંતરંગ ભાવને તું જોઈ લે. બહુમાનરૂપી સાનાની કસેટીમાં પોતાના નેત્રો આપવા વડે સુપરીક્ષિત થવાથી કલ્યાણુ પરંપરા આપેલી થાય છે. જેણે આંખ આપી, તેણે બધું સૌભાગ્ય અને અમૂલ્ય જીવન આપ્યુ કહેવાય. તા આ ભીલ પણ વિશેષ વિજ્ઞાન રહિત મનવાળે પણ જે મદ્યુત સત્ત્વવાળા અને રાગી છે તેથી તે દેવાની પણ મહેરબાનીને યોગ્ય થયા. મનુષ્યના ભક્તિથી કાર્ય કરીને બતાવનારા સદ્ભાવને ાણીને સર્વ આદરપૂર્વક પ્રસન્ન થઈને દેવા પણ તેની સાથે ભાષણ કરે છે. તેથી હું બ્રાહ્મણ ! આ ભીલ દેવની મહેરબાનીને અયોગ્ય છે એમ તું ન ખાલ. કારણ કે તેં પણ નેત્ર આપવા વડે આ ભીલના નિશ્ચલ સદ્ભાવ જાણ્યા છે એ પ્રમાણે શંકર ભગવાનનાં વચન સાંભળીને અસહિષ્ણુ ક્રોધી પણુ તે બ્રાહ્મણુ શિવદેવના વચનામૃતથી સિંચાયેલા ઇર્ષ્યાથી રહિત પ્રસન્નચિત્તવાળા થયેલા તે શંકરદેવને વિનતિ કરે છે “ હે દેવ ! તમને ઉદ્દેશીને મેં જે પરમાર્થ નણ્યા વિના અજ્ઞાનતાના દોષથી કહ્યું હોય તેા હવે તુચ્છ હૃદયવાળા મને ક્ષમા કરવા ચેાગ્ય છે. વા મા આપે. એમ કહીને તેના ચરણે વારંવાર નમે છે. ત્યારે શિવ દેવે તે ભીલની આંખ પેાતાની દિવ્ય શક્તિથી પૂર્વ માફક હતી તેમ કરી દીધી. આ પ્રમાણે ધમા માં વિચરતાને વિધિ પૂર્વક નેત્ર જેવું સુંદર શ્રુતજ્ઞાન આપવુ' જોઈએ.