________________
સ્ત્રી વડે પરાભવ પામેલા સિકંદરની કથા ઓગણપચાસમી » ૦
» જગતને જિતવાને ઇચ્છતા સિકંદરની જેમ દુર્ગતિના
દ્વારભૂત સી વડે કાણુ જિતાયેલ નથી ? બે હજાર વર્ષ પહેલાં ગ્રીસ દેશમાં સાહસિક મહાશુરવીર સિકંદર નામે મોટે રાજા હતા. બાળપણથી માંડીને તેના શિક્ષક રાજનીતિમાં વિચક્ષણ સન્માર્ગ દેખાડનાર ઍરિસ્ટોટલ નામે અસાધારણ શ્રેષ્ઠ વિદ્વાન ગુરુ હતા. તે સિકંદર હંમેશાં ગુરુ સેવામાં તત્પર, આજ્ઞા મુજબ વર્તનાર યુવાવસ્થામાં પણ કામગની અભિલાષાને ત્યાગ કરનાર, પારકી સ્ત્રીઓમાં પણ નજર ન કરનાર, માત્ર યશ, કીતિ, વિજયના અભિલાષી એવા તે સિકંદરે ગુરુના પ્રભાવથી અનેક દેશને, વિજય કર્યો.