________________
૧૮૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તેથી કહ્યું કે ઉધારે આપું છું, ત્રીજો ભાગ માતાપિતા માટે વાપરું છું, જેથી હું બાલ્યાવસ્થામાં તેઓથી પાલન કરાયું છું તેથી કહ્યું દેવાથી છૂટવા માટે વાપરું છું, એથે ભાગ પરેકના સુખ માટે દાનમાં આપું છું તેથી કહ્યું કૂવામાં ફેકું છું, જેથી તે ધન પરકમાં -સુખને માટે થશે. એમ તેનું અનુભવયુક્ત, આ લેકમાં અતિ હિત કરનાર, પરલોકમાં સુખ આપનારું વચન સાંભળીને રાજા ઘણો સંતોષ પામે. ફરી પણ તે કહે છે “હે ખેડૂત ! તમારા જેવા બુદ્ધિમાન પુરુષોથી જ મારું રાજ્ય શેભે છે. એથી તને કહું છું “જ્યાં સુધી સે વાર મારું મુખ ન દીઠું હોય ત્યાં સુધી તારે આ વાત કેઈને ન કહેવી.” એમ કહીને રાજા પોતાના સ્થાને ગયે.
એક વાર સભામાં સુંદર સિંહાસન ઉપર બેઠેલ. રાજા પોતાના મુખ્ય પુરુષ સમક્ષ ખેડૂતના ગૂઢ વાકયના રહસ્યને પૂછે છે “જે એક ભાગ ખાય છે. બીજો ઉધ્ધારકને આપે છે, ત્રીજો દેવાથી છૂટવા માટે આપે છે, ચોથે કૂવામાં નાખે છે. તેને શે ભાવ? આમ સાંભળીને બધા પ્રધાને જવાબ આપવાને અસમર્થ પરસ્પર જે છે. ત્યારે રાજાએ કહ્યું “પંદર દિવસમાં તમારે આને જવાબ આપ; નહિતર તમારા બધાયને દંડ કરીશ, એમ કહીને સભા વિસર્જન કરી. તે પ્રધાનમાં એક વિચક્ષણ પ્રધાને, માણસની પરંપરાથી રાજા અને ખેડૂતના મિલાપને પ્રસંગ જાણીને, તે ખેડૂતના ઘેર ગયે. તે ખેડૂતને તેના વચનનું રહસ્ય પૂછે છે. બુદ્ધિમાન ખેડૂત તેને કહે છે. તે ઉત્તમ પ્રધાન! જ્યાં સુધી સે વાર રાજાનું મુખ ન જોઉં ત્યાં સુધી આ વચનનું રહસ્ય કેઈને પણ મારે ન કહેવું એમ રાજાની વચનરૂપ જાળમાં બંધાયેલ છું તે હું કહેવાને કેમ સમર્થ થાઉં ? પ્રધાન પણ તેની વચનયુક્તિને ઇગિત આકાર વડે જાણીને ખેડૂતની સમક્ષ રાજાની આકૃતિવાળી સે સેના મહોરો મૂકે છે ત્યારે