________________
પર
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદત્તની કથા આવનમી
ન્યાયથી ઉપાર્જિતદ્રવ્યને પરિણામ શુભ હાય છે, જેથી જિનદત્તના સારા ધનથી મચ્છીમાર ધાર્મિક બન્યા.
એકવાર ભાજરાજા રાજયોગ્ય મહેશ બનાવવા માટે નિમિત્તિઓને ખાતમુહર્ત પૂછે છે જેથી શુભ દિવસે શરૂ કરેલા મહેલ બહુ વંશપરંપરા સુધી ટકી રહે છે. જ્યાતિષીઓ પણ સારી રીતે જોઈને વૈશાખ સુદી ત્રીજા દિવસ આપે છે. તે દિવસ આવ્યે છતે રાજા પ્રધાન મંત્રી, પુરાહિત, સેનાપતિ, શ્રેષ્ઠિ વિગેરે શહેરના મુખ્ય પુરુષોને ખેલાવે છે. જ્યાતિષીઓ પણ ખાતમુહર્તના સમયે ખોદેલી જમીનમાં જુદા જુદા પુષ્પાદિ દ્રવ્યો પ્રક્ષેપીને રાજાને કહે છે
(6
જો ન્યાયાપાર્જિત પાંચ ઉત્તમ રત્ન આમાં નાંખવામાં આવે તે આ જમીનમાં બનાવેલા રાજમહેલ હજાર વર્ષ પર્યંત અખંડિત રહે.