________________
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદ્મત્તની કથા
૧૯૩
રાજ કહે છે “મારા ખજાનામાં ઘણાં રત્ના છે તે લઈ લે. નિમિત્તિઆએ કહે છે “કરના ભારથી પીડિત પ્રશ્ન પાસેથી લીધેલું દ્રવ્ય કેમ ન્યાયેાપાર્જિત શુદ્ધ થાય ? આથી આ સભામાં જે સુખી વેપારીએ છે તેની પાસેથી મંગાવેા. રાજા, સભામાં બેઠેલા બધા વેપારી સમુદાય ઉપર નજર નાખે છે પરંતુ બધા વેપારીઓ પેાતાનું દ્રવ્ય કેવુ છે તે તે જ જાણે છે. એથી તે બધા નીચે મુખે રહે છે. કાંઈ પણ ખેાલતા નથી. ત્યારે રાજા કહે છે “મારા નગરમાં શું ન્યાય માર્ગ ઉપાર્જિત દ્રવ્યવાળા વિણક કાઈ નથી ?” એમ સાંભળીને એક પુરુષ રાજાને કહે છે “મહારાજ ! આત્મા પાતાના પાપને અને મા પુત્રના પિતાને જાણે છે.” (“આપ જાગે પાપ અને મા જાણે બાપ”) એમ અહીં બધાય વેપારીએ અનીતિપ્રિય જ જણાય છે. પરંતુ જેમ સામાં એક શુરવીર થાય છે અને હજારમાં એક પંડિત થાય. દશહારમાં એક વક્તા થાય તેમ ક્રોડામાં પણ ન્યાયાપાર્જિત દ્રવ્યવાળા કયાંક મેળવી શકાય છે.
ન્યાયમા થી જ
આથી આ નગરમાં જિનદત્ત નામે શ્રવિર્ય વેપાર કરે છે. એમ સાંભળીને ભાજરાજાએ તે શ્રેષ્ઠિવ ને વાહન મેાકલી ખેલાવે છે. તે શ્રેષ્ઠિ, રાજદ્રવ્ય અશુદ્ધ જ હોય છે એમ વિચારી પગેથી
66
જ ચાલીને રાજાની સભામાં આવે છે. અને રાજાને પ્રણામ કરીને બેઠો. રાજા પૂછે છે તમારી પાસે શું ન્યાયથી કમાયેલું ધન છે ? જિનદત્ત હા'' એમ કહે છે. ત્યારે રાજા ખાતમુદ્દત માટે પાંચ પ્રકારનાં રત્ન માગે છે. જિનદત્ત કહે છે “પાપ ક્રામમાં ન્યાયાપાર્જિત દ્રવ્ય હું આપતા નથી.” એમ સાંભળીને ક્રાધાયમાન થયેલા રાજા કહે છે “જો નહિ આપે તે બલાત્કારે પશુ લઈશ.' શેઠ કહે છે. “મારું ધરનું બધુય તમારું છે. ઈચ્છા મુજ્બ તમે ગ્રહણુ કરા.'' ત્યારે જ્યોતિષીઓ કહે છે “હે રાજન ! એમ. બલાત્કારથી લેવા વડે અનીતિ થાય. એવા
૧૩