________________
બુદ્ધિના પ્રભાવ ઉપર ખેડુતની કથા
૧૮૯
રાજાની આકૃતિવાળી સે મુદ્રા જોઈને ખેડુતે તેના વચનનું રહસ્ય જણાવ્યું. પંદર દિવસને અંતે સભામાં પણ રાજાએ તે જ પ્રશ્ન પૂછયો. ત્યારે બાકીના પ્રધાને મૌન રહ્યું છતે રાજા સમક્ષ તે મંત્રીએ જવાબ આપ્યો. તે સાંભળીને રાજા કહે છે તે જરૂર ખેડુત પાસેથી આ જાણ્યું હોવું જોઈએ. રાજા ખેડુતને બોલાવીને ક્રોધ સહિત પૂછે છે “કેમ વચનભંગ, કર્યો ? તેણે કહ્યું “મેં વચનભંગ કર્યો નથી ? જેથી પહેલાં મેં સે, વાર આપશ્રીનું મુખ જોઈને તેના વચનનું રહસ્ય કહ્યું.” રાજા કહે છે. “ક્યાં અને ક્યારે મારું મુખ જોયું ?” ત્યારે તેણે રાજાના મુખથી અંકિત કરાયેલી સે સોનામહોરે દેખાડીને કહ્યું “આ સોનાની મહેરામાં તમારું મુખ જોયું.” ત્યારે તેની જવાબ આપવાની બુદ્ધિથી હર્ષિત, થયેલા રાજાએ તે સે સેનામહોરે તેને જ આપી. એમ આ ખેડૂત બુદ્ધિના પ્રભાવથી રાજ્યમાન્ય થયો. ઉપદેશ–આ લોક અને પરલોકમાં સુખકારક ખેડતને
વૃત્તાંત સાંભળીને હે ભવ્ય જ ! તમે જેમ સુખ ઉપજે તેમ પ્રવર્તે,
T