________________
૧૮૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વિશ્વ પ્રસિદ્ધ તે એકવાર બધી દિશાને વિજય કરવાને ઈચ્છતો ઘણી જ સેનાથી સહિત ગુરુની સાથે પોતાના નગરથી નીકળ્યો. માર્ગમાં ભૂખતરસ-થાકને નહીં ગણતે ઘણું ઉત્સાહયુક્ત દુઃસહ રાજાઓના સમૂહને જિત, અનુક્રમે ઈરાન દેશમાં આવ્યો. ત્યાં કોઈ પણ મહાનગરની બહાર છાવણી નાંખીને પોતે બાગના મધ્ય ભાગમાં સુંદર મહેલમાં રહ્યો. એક વાર અશ્વ ઉપર આરૂઢ થયેલો તે પર્વતના શિખરના સમૂહથી શોભતા જુદા જુદા પ્રદેશની શોભાને જે આગળ જતાં પિતાના રૂપથી દેવાંગનાને જિતનાર અને મોટા ઋષિને પણ ચિત્તમાં ક્ષોભ કરનારી એક સુંદરીને જોવે છે. અતિ અદ્ભુત રૂપવાળી તે સુંદરી તેને સ્નેહવાળા નયનને કટાક્ષ બાણ મારીને કામ રૂપી ઝેરથી તેને મર્ષિત કરે છે. કામ રૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલો, તેને જ જેત, સબલ છતાં વિમૂઢ મનવાળે, આગળ જવાને અસમર્થ ત્યાં જ નિશ્ચલ થયો. તે બાળા તેને મેહ પમાડીને પિતાના સ્થાને ગઈ. પાસે રહેલા ગુરુએ તેની બધી જ ચેષ્ઠા જોઈ. તે રાજા પણ ગુરુને જોઈને ક્ષોભ પાઓ પણ ફરી તરત જ સાવધાન મનવાળો થયો. એક વાર પિતાની મેટી સેનાની મધ્યમાં બેઠેલે તે સિકંદર મંત્રી, સેનાપતિ વિગેરે મોટા સુભટો સમક્ષ પિતાના પરાક્રમની વાત કહે છે, તે સમયે તેના ગુરુ ત્યાં આવીને સભા સમક્ષ તેની નિંદા કરે છે કે વિજયમાં જ રસિક પુરુષને સ્ત્રીઓનું રૂપ જેવું પણ ભયંકર છે. જેઓ દર્શન માત્રથી સત્વને વિનાશ કરે છે. ભયંકર ઝેરની જેમ કામ કરે છે. વીર પુરુષોને અને રાજાઓને તે (સ્ત્રીઓ) નરકના દ્વાર સમાન શાસ્ત્રમાં ગણી છે. તેઓની સુંદરતા પણ વિષમ ઝેર કરતાં પણ મહા ભયજનક છે.” એ પ્રમાણે અવહેલના કરીને પોતાના સ્થાને ગયા.
તે મહારાજા બાલપણથી ગુરુના ઉપકારને સંભારતાં સભા સમક્ષ આ પ્રમાણે નિંદા અને તિરસ્કાર કરાયા છતાં મૌનપણે નીચી દષ્ટિ કરીને બધું સહન કરે છે. પરંતુ મનમાં અત્યંત દુભાયે છતે.