________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૫૧
વચન સત્ય માન્યું. ત્યારે ચંદ્રસેન રાજા તેણીના વચન અનુસારે એક દાનશાળા કરાવે છે. તે સત્યવતી સવારથી બપોર સુધી જે કોઈ પણ નગરમાં રહેલા અથવા પરદેશથી આવેલા ભિક્ષુકે, બ્રાહ્મણ, ચારણો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, દીન, દુખિત અથવા અનાથ આવે છે તેઓને ભિક્ષા આપે છે, અને પિતાના ધણીના સમાચાર પૂછે છે. એકાશન, આયંબીલ, ઉપવાસાદિક વિવિધ તપ વિગેરે કરે છે. રાત્રિને વિપે નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરે છે. એમ ધર્મને આચરતા તેના દિવસો સુખપૂર્વક જાય છે. અનુક્રમે બાર મહિનામાં એક દિવસ બાકી રહ્યા, છેલ્લા દિવસે તેણે દાનશાલામાં રહેલી, પોતાના ધણીની ખબર નહિ મેળવતી “કેમ શીલનું રક્ષણ કરીશ” એમ ચિંતાતુર થયેલી બપોરના વખતે, દાનશાલા કયાં છે એમ લેકને પૂછતા, બહુ દૂરથી આવવાથી અને ભૂખ-તરસ સહન કરવા વડે નબળા થયેલ મેલા શરીરવાળા, જીર્ણ વસ્ત્રવાળા, એક બ્રાહ્મણને જોવે છે. જેઈને ખાત્રી પૂર્વક આ મારા પ્રિય છે, એમ નિર્ણય કરે છે. પોતાના ધણીને જોઈને મનમાં ઘણે આનંદ થયો, પ્રિયને કેમ મળીશ એમ વિચારતી તેણી વિશેષ સમાચાર જાણવાને માટે તેની પાસે રક્ષપાલને મોકલે છે. રક્ષપાલ તેની પાસે જઈને તેને પૂછે છે “કયા શહેરમાંથી આવ્યો છું ? શું નામ છે? આમ શા માટે ભટકે છે ? તે બ્રાહ્મણ તેને પોતાની આત્મકથા કહે છે. ત્યારે તે રક્ષપાલ સત્યવતીની સમક્ષ તેને બધે અહેવાલ યથાર્થ રજુ કરે છે. સાંભળીને જાણ્યું “આ જ મારે સ્વામી છે. ત્યારબાદ તેણીએ તે રક્ષપાલને અર્થ લેભથી વશ કરીને તેના હાથે બ્રાહ્મણને ભોજન અપાવીને કહેવરાવ્યું “હે બ્રાહ્મણ ! તારી સ્ત્રી સત્યવતી, નગરની બહાર દક્ષિણ દિશામાં રહેલ શિવમંદિરમાં આજ મધ્યરાત્રિમાં જરૂર મળશે. ફેરફાર નહિ થાય” તે પણ આ પ્રમાણે પ્રિયાની પ્રવૃત્તિ જાણીને શાન્તચિત્ત વાળે પ્રિયાનું નામ સાંભળવાથી