________________
૧૫ર
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આનંદ પામે છતે ભોજન લઈને ત્યાં શિવ મંદિરમાં જઈને આનંદ સહિત ભોજન કરીને પ્રિયાના દર્શનની રાહ જોવે છે.
આ બાજુ ચંદ્રસેન રાજા પણ સત્યવતીની સાથે કામ ભેગને ઇચ્છ, કષ્ટપૂર્વક વર્ષને પસાર કરતે, તે દિવસે રાત્રિના પહેલા પહેરે સુંદર વેશ ધારણ કરી. જુદા જુદા પ્રકારની સામગ્રી સહિત તેણીની પાસે આવ્યો. તેણી પણ કામાંધ રાજને જોઈને “શીલ કેમ રમુ” એમ શીયળ ભંગના ભયથી ભય પામી અધમુખ રાખી રહી. ચંદ્રસેન રાજા પિતાની તલવારને પલંગ ઉપર મૂકીને, બેસીને કહે છે “હે પ્રિયા ! આજ તારી મર્યાદા સંપૂર્ણ થઈ છે. હવે મારી સાથે રાજાને ગ્ય કામ ભેગને ઈચ્છા મુજબ ભેગવ” તેણી પણ ધીરજ ધારણ કરીને કપટથી બોલે છે હે મહારાજ ! તમારા વચનને આધીન છું. તમે જેમ કહેશે તેમ કરીશ. આજ રાત્રે સુખેથી ખાઈએ, પીઈએ, અને મદ્યપાન પણ કરીએ. ક્ષત્રિયોને મદિરા ઘણી જ હાલી હોય છે. તેથી સુંદર મદિરા મંગાવે. તેથી આખી રાત હર્ષથી પસાર કરીએ. એમ સાંભળીને “આ બધી રીતે મારા ઉપર આસક્ત મનવાળી છે” એમ (માનીને) હર્ષિત મનવાળો. તે મૂઢાત્મા મધુર દારૂ મંગાવે છે. “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારબાદ તે તેણીના રૂપમાં આસક્ત થયેલો પિતાને વિનાશ નહિ જેને, મદિર ઘણું પીવે છે. તેણીને પણ પીવાને માટે આપે છે. તેણી લઈને, "હું પછી પીઈશ” એમ કરતી ફરી ફરી તેને જ પીવડાવે છે. એમ તે ઘણો મદિરાપાનમાં ઉન્મત્ત થયેલા લં, લં, લં એમ બબડતે, ધ્રુજતા શરીરવાળા આમથી તેમ પડતે, મૂછ પામ્યો, સંજ્ઞારહિત થયેલો તે પલંગ ઉપર પશે. મરેલા જેવો તેને જોઈને સાહસ ધારણ કરીને, રાજાની તલવાર હાથમાં લઈને ચંડિકા જેવું ભયંકર સ્વરૂપ ધારણ કરીને