________________
૧૭૨
પ્રાકૃત વિજ્ઞાન કથા
પ્રભાવથી સર્વ વિદને શાંત થયા. હમણાં મારા ઉપર ધર્મ બંધને સ્નેહ કરી મારી સાથે રાજમહેલ આવો. ત્યાં દેવ-ગુરુ-ધર્મની આરાધના વડે તારા સુપાત્ર દાનથી દીન-દુઃખિત-અનાથ આદિને ઉદ્ધાર કરવાથી સમય પસાર કરજે. એમ સાંભળીને તે કહે છે હાલમાં બાકીને સમય ધર્મપરાયણ એવી હું, જિનેશ્વરની પૂજમાં, ગુરુ ઉપદેશ સાંભળવા વડે અને સામાયિક આદિ ધર્મકાર્ય કરવાથી અને સાવી સમુદાયની ઉપાસનામાં પસાર કરવા ઈચ્છું છું.” “તારી ધર્મારાધનની બધી સામગ્રી હું પૂરી પાડીશ.” એમ બોલતા બંધુ જેવા બનેલા રાજાની સાથે રાજભૂવનમાં જવાને તેણીએ ઈચ્છા દર્શાવી. પ્રજાપાલ રાજાએ જે ભરવાડની સ્ત્રીઓને દહીં દૂધનું નુકસાન થયું હતું, તે સર્વેને દ્રવ્ય અપાવ્યું. અને વળી તેના પાલક ભરવાડ વર્યને બેલાવીને યથાયોગ્ય સત્કાર કરીને તેની રજા લઈને સત્યવતીની સાથે પિતાના મહેલમાં ગયા; અંતઃપુરની સ્ત્રીઓને પણ તેણીને વૃત્તાંત કહીને જણાવ્યું. તમારે આની મારી જેમ ભક્તિ કરવી, વચન કદાપિ ઉલ્લંઘવું નહીં. કારણ કે મેં એને ધર્મબેન તરીકે માનેલ છે. તે અંત:પુરની સ્ત્રીઓએ પણ પિતાના ધણના વચનને તહતિ કહીને (અંગીકાર કરીને) સ્વીકાર્યું.
અંતઃપુરમાં રહેલી સત્યવતી, અંતઃપુરમાં રહેનારી સ્ત્રીઓની હંમેશાં શીલવત પ્રધાન એવો ધર્મોપદેશ આપીને બધાય અંતઃપુરના સમુદાયને જિનેશ્વરના ધર્મમાં સ્થિર કરે છે. એમ હંમેશાં જિનેશ્વરના શાસનને પ્રભાવિત કરતી સુખેથી કાળ પસાર કરે છે. એકવાર તે નગરીમાં અનેક સાધ્વી સમૂહથી પરિવરેલી સુવ્રતા નામના મહત્તરા પ્રવતિનો સાવી રામાનુગ્રામ વિચરતા આવ્યા. સત્યવતીએ રહેવા આપેલ સ્થાનમાં તે મહત્તરા સાધ્વીજી રહ્યા અંતઃપુરની સખીઓ સહિત પ્રજાપાલ રાજા ધર્મ સાંભળવા માટે ત્યાં આવ્યા. તે સુવ્રતા મહાસાવી અવસર ઉચિત ધર્મોપદેશ આપે છે.