________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પણ તે ઘરડા આહીરને અને તેની સ્ત્રીને પિતા માતા રૂપ માનતી સુખેથી રહે છે. પ્રિય મધુર વાતચીતથી દરેકના મનને રાજી રાખતી, ઘરકામ કરતી સુખેથી દિવસો પસાર કરે છે. સુંદર સ્વાદિષ્ટ ભોજનથી પૂર્વની જેમ સુંદર અંગોપાંગવાળી નિશ્ચિત, સશક્ત શરીરવાળી તે બધા ભરવાડ લેકેને પ્રિયપાત્ર થઈ.
ભરવાડના ઘેર રહેલી તે હંમેશાં પ્રભાત કાળે બીજી આયરાણીઓ. સાથે દહીં, દૂધ, માખણ વેચવા રત્નસંચય નગરીમાં જઈને દહીં, દૂધ વિગેરે વેચીને બપોરે ઘેર આવીને જમે છે. રાત્રિએ આહીરની યુવતીઓ સાથે ધાર્મિક વાર્તાલાપ કરીને, પછી પાંચ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરીને ઉધે છે. એમ તેનું નિત્યકર્મ છે. એમ હંમેશાં યંત્રની જેમ કામ કરતી તે સત્યવતી એકવાર પ્રભાતમાં દહીંના ઘડાને માથે મૂકીને સરખી વયવાળી આહીર યુવતીઓ સાથે દહીં, દૂધ, માખણ વેચવા માટે નગર તરફ નીકળી. જ્યારે ગામમાંથી નગરના મધ્ય રતે બધી આવી ત્યારે નગરમાંથી ઘોડા ખેલાવવા અશ્વરત્ન ઉપર ચડેલા, દોડવું, વળવું, કૂદવું, ઊંચે ચડવું, પડવું આદિ ક્રિયામાં ઘોડાને હાંકતા પ્રજાપાલ રાજાને સન્મુખ આવતા તે આયર સ્ત્રીએ જોવે છે. તે જોઈને તે સત્યવતી એક પાસે રહેલી આયર સ્ત્રીને પૂછે છે “હે સખિ ! આ સન્મુખ આવત, દિવ્ય શરીરવાળા તેજસ્વી, રૂપાળે કે પુરૂષ છે ! તેણી કહે છે “આ રત્નસંચય નગરીને સ્વામી, દીનવત્સલ દાનેશ્વરી ધર્મિષ્ઠ પ્રજાપાલ નામને રાજા છે. એમ વાતચીત કરતી તે ભરવાડણની આયરાણું નજીક ઘેડાને રમાડતા આવી પહોંચ્યા. રાજાના જલ્દી આવવાથી ભયભીત થયેલી તે ભરવાડણ અહીં તહીં નાસવા પ્રવૃત્ત થઈ ત્યારે તેઓના પરસ્પર અથડાવાથી તેઓનાં માથા ઉપરથી દહીંના ઘડા અને દૂધના ઘડા પડ્યા અને ભાંગી ગયા. ત્યારે સત્યવતીને માથે રહેલે.