________________
૪૭ ભાવ ધમ ઉપર ઈલાચીપુત્રની કથા સુડતાલીસમી
事
પહેલાં ભાવ ધના પ્રભાવથી ઈલાચીપુત્ર સાધુના દર્શન માત્રથી કેવલજ્ઞાન પામ્યા.
ܘܘ
આ ભરત ક્ષેત્રમાં ઈલાવન નામે નગર છે. તેમાં પ્રભાવવાળુ ઈલાદેવીનુ મદિર છે. એક વાર ત્યાં રહેતા શેઠશેઠાણીએ પુત્ર માટે તે ઈલાદેવીની માનતા માની ઈલાદેવીને વિનંતી કરી. તેથી કાઈ પણ દેવ દેવલાકમાંથી ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. મહાપુરુષને અનુરૂપ દોહદ પૂરવા કરવા વડે ગર્ભ વધવા લાગ્યા. ચેાગ્ય સમયે શેઠાણીએ દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. ઈલાદેવીને માનતા પ્રમાણે દાન આપ્યું અને પુત્રનું નામ ઈલાચીપુત્ર રાખ્યું, અનુક્રમે તે બાળક શરીરની વૃદ્ધિ વડે અને કળાના સમૂહથી વધતો બધી સ્ત્રીઓને પ્રાથના કરવા યોગ્ય યુવાસ્થાને પામ્યા. એક વાર શરદ ઋતુમાં મિત્રો સહિત ઈલાચીપુત્ર બાગમાં ગયેા. તેમાં નાની મધ્યમાં નાચતી એક રૂપ, યૌવન, સૌભાગ્ય અને કલા સમૂહના ભંડારભૃત એવી નટી જોઈ. તેણીના રૂપને જોવાથી આકર્ષાયેલા મનવાળા