________________
૧૭૬
પ્રાકૃત વિજ્ઞાન કથા
ઉપર આડા કાષ્ઠ ઉપર જુદી જુદી કળાઓ વડે ખેલ કરે છે. જે તે કેમેય કરીને ચૂકે તે જમીન ઉપર પડી જાય અને તેને સે કકડા થઈ જાય. લેકે (શાબાશી આપી) સારું સારું એમ અવાજ કર્યો રાજા આપતે નહિ હેવાથી લેકે પણ આપતા નથી.
રાજાએ કહ્યું “સારી રીતે ન જોયું. ફરીવાર કર. તેણે બીજીવારની જેમ ત્રીજી વાર પણ કર્યું. ફરી પણ રાજાએ મારવા માટે લજ્જા રહિત કહ્યું “ચોથી વાર કર, જેથી ધનવાન કરી દઉં. લેકે રાજાથી અને નાટક જોવાથી આમ વારંવાર થવાથી કંટાળ્યા. વાંસના અગ્રભાગ ઉપર રહેલે ઈલાચીપુત્ર વિચારવા લાગે. કામ ભોગોને ધિકકાર, છે. જેથી આ રાજા, ‘તુરછ આજીવિકા વડે જીવતી આ નટીના નિમિત્તે મારું મરણ ઈચ્છે છે. કેવી રીતે એ નટીથી એને સંતોષ થશે ? જેને મોટા અંતઃપુરની સ્ત્રીઓના સમૂહથી પણ તૃષ્ટિ ન થઈ. તેથી, મારા જન્મને ધિક્કાર થાઓ. જે વડિલોથી લજજાન આવી હલકટતા ન વિચારી, માતા-પિતાના દુઃખને ન જોયું, બાંધવો, મિત્રો અને નાગરિકોને ત્યાગ કર્યો, નિરંકુશ હાથીની જેમ ઉન્માર્ગમાં જનાર મેં બધી રીતે સંસારના ભયને પણ જે નહિ, નીંદનીય નટના કુલને અનુસરવા વડે મેં મચકુદના જેવા સફેદ પિતાના વંશને મલીન કર્યો તે હવે કયાં જાઉં ? શું કરું ? કેને કહું ? આત્માની કેવી રીતે શુદ્ધિ કરીશ. આવા પ્રકારની ચિંતાવાળા તે નજીકના કોઈ પણ શ્રેષ્ટિના ઘરમાં દેવાંગના જેવી રૂપવાળી પુત્ર વધૂઓ વડે પૂજાતા મુનિઓને જોઈને વિચારે છે “જે કામદેવને નાશ કરનારા જિનેન્દ્રના માર્ગને પામેલા છે તે ધન્ય છે. કૃતપુણ્ય છે. હું તે આટલો વખત ઠગાયો છું. જેથી જિનધર્મને સે નહીં. હવે તે એએની આજ્ઞા મુજબ સાધુધર્મ અંગીકાર કરૂં. એમ વૈરાગ્યના માર્ગે ગયેલા, નિર્મલભાવને પામેલા તેમજ શુકલધ્યાનની મધ્યમાં રહેલા વિશુદ્ધ વેશ્યાવાળા