________________
ભાવ ધર્મ ઉપર ઈલાચીપુત્રની કથા
૧૭
અને ક્ષપકશ્રેણિ પામેલા ઈલાચીકુમારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો આવ્યા, અને તેઓએ કહ્યું સાધુવેષને ગ્રહણ કરો જેથી અમે વંદન કરીએ. તેણે વેષને સ્વીકાર કર્યો દેવે તેમને વંદન કર્યું, ત્યાં વિમાનિક દે આવ્યા. સિંહાસન તેઓએ રચ્યું, સિંહાસન ઉપર બેઠા ત્યાં સુર, અસુર અને રાજા વડે વંદાયેલા તે ઈલાચીપુત્ર કેવલી બે પ્રકારના ધર્મને જણાવે છે. બધા પોતપોતાના સંદેહને પૂછે છે કેવલી જવાબ આપે છે. આશ્ચર્ય પામેલી સભાએ પૂછયું. “હે ભગવંત! આ નટની પુત્રી ઉપર આપને આવો રાગ કેમ થયો ?” ત્યારે પિતાને વૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
આ ભવથી ત્રીજે ભવે વસંતપુર નગરમાં હું શ્રેષ્ઠ બ્રાહ્મણપુત્ર હતો. આ વળી મારી સ્ત્રી હતી. કામભેગોને ત્યાગ કરીને તેવા પ્રકારના સ્થવિરેની પાસે અમે દીક્ષા લીધી. સંસારના સ્વરૂપને જાણ્યા છતાં પણ એકબીજા ઉપરને સ્નેહ દૂર થયો નહિ. ત્યારબાદ હે દેવોને હાલા ! હું કઠીન તપ કરીને, પાપ કર્મને આલોચને, નમસ્કાર મંત્રના ધ્યાનમાં જ રહેલો મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. આ વળી જાતિમદથી લેપાયેલી તે સ્થાનથી પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને દેવલોકમાં ગઈ. આયુષ્યક્ષયે ત્યાંથી રયવીને હું શ્રેષ્ઠિના કુળમાં ઉત્પન્ન થયો. અને એ તે જાતિમદના દેવથી નીચ કુળમાં ઉત્પન્ન થઈ. તેથી પૂર્વભવના અભ્યાસથી એની ઉપર મને ઘણે પ્રેમ થયે. આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલને વિચાર કરતી તેણીને પણ જાતિસ્મરણપૂર્વક કેવલજ્ઞાન થયું. આમ સાંભળતા રાજા અને પટરાણીને પણ કેવલજ્ઞાન થયું. એ પ્રમાણે ચારે પણ કેવલી થયા. ઉપદેશ–બોધદાયક, પવિત્ર ઈલાચીપુત્રની કથા સાંભાને
હે ભો! સુખ આપવાવાળા એવા ભાવધર્મમાં - તમે પ્રવૃત્તિ કરે, ૧૨ .