________________
શીય પાળવા ઉપર સત્યવતીની કથા
આ પ્રમાણે ન કરવા યોગ્ય પણ કર્મો કરે છે. એ અજ્ઞાનતાને જ વિલાસ છે. જેથી
ક્રોધ વિગેરે સર્વ પાપ કરતાં પણ અજ્ઞાન ખરેખર મેટું દુઃખ છે. કારણ કે અજ્ઞાનથી યુક્ત લેક હિત કે અહિતને જાણતા નથી. આથી તારે દોષ નથી. પૂર્વબદ્ધ કર્મને આ વિપાક છે. એમ જાણીને શાંત ચિત્તવાળે થા. એમ કહીને તેના અશ્રુઓ સાફ કરે છે. ત્યારબાદ તે દેવીદિન શેકરૂપી અગ્નિથી તપેલા શરીરવાળા અસાર સંસારના સ્વરૂપને વિચારતે, માતાને કહે છે “હે માતા ! મને ધિક્કાર પડો, જે દુર્લભ માનવભવ પામીને મેં આવું ઘેર પાપકર્મ કર્યું. તારા પેટે જન્મ લઈને તારી સાથે વિષયભોગની મેં વાંછા કરી, મારા જેવો પાપિક માણસ જગતમાં કોઈ પણ નહિ હોય, આવા પ્રકારને હું માતાને મુખ કેમ બતાવું ? જીવિતથી સયું,” એમ કહીને માતાને પગે પડીને, પરમાત્માનું ધ્યાન ધર, કેડે બાંધેલી છરી કાઢીને એકાએક પિતાના પેટમાં બેંકે છે, પેટમાંથી નીકળતી ધારાથી ભરેલો તે જમીન ઉપર પડ્યો, અને ક્ષણવારમાં ચેતના રહિત ઘઈ મરણ પામે.
તે સત્યવતી પિતાના નિમિનથી મૃત્યુ પામેલા પુત્રને જોઈને બહુ જ શોકાતુર, ન સહી શકાય તેવા દુઃખરૂપી અગ્નિથી દાઝેલી વિચારે છે “મારા જીવતર વડે શું ? પુત્રની ચિંતામાં પડીને મરણ પામવું સારું છે. મારા નિમિત્તથી ત્રણ હત્યાઓ મને થઈ. અરે વિકાર : પડો ! કે ચંદ્રસેન રાજાને મેં માર્યો, પતિ અને પુત્રનું પણ મારા નિમિત્તે મરણ થયું. હું પણ હવે મૃત્યુ પામેલા પુત્રની સાથે ચિતામાં પડીશ એમ નિર્ણય કરીને પુત્રના માથાને પોતાના ખેાળામાં ધારણ કરીને વિલાપ કરે છે “હે પુત્ર! એકાએક તે શું કર્યું ? પતિ અને પુત્ર