________________
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
વિનાની અનાથ એકલી હું કેમ જીવીશ , હે પુત્ર ! મને ત્યજીને તું ગયો. હું પણ તારી સાથે આવીશ. હે પુત્ર, તારા પાલક મા–બાપને શું જવાબ આપીશ ? તેઓ તેમજ આ દુષ્ટ કામલતા વેશ્યા પણ આમ સંકલ્પ કરશે, કે “આ સ્ત્રીએ શીલરક્ષણ માટે આ શુકરાજને માર્યો. બીજા પણ જે લેકે જાણશે તે પણ એમ વિચારશે. બધાય મને દિશે, મારું બધું નાશ પામ્યું, એથી મરણ એ જ સારું છે. એમ વિલાપ કરતી આખી રાત દુઃખ વડે પસાર કરી.
પ્રભાત થયે, એક દાસીને બેલાવીને બધી વાત કહે છે. તે પણ કામલતા આગળ નિવેદન કરે છે. ત્યારે કે પાયમાન થયેલી તે કામલતા ત્યાં જલ્દી આવીને લેહીથી ખરડાયેલ ગાત્રવાળા, જમીન ઉપર પડેલા, મરણ પામેલા શુકરાજને જોવે છે. ત્યારે તે બહુ જ ક્રોધ પામેલી બેલે છે “ હે દુષ્ટા, રાંડ ! તેં આ સુકુમાલ બાળકને શા માટે મારી નાખે. અરે, અરે, જાણ્યું જાણ્યું, પિતાના શીલરક્ષણ માટે નિર્દયતાથી તે આને હણ્યો છે. પણ તને આ બાળકની વતી ચિતામાં ફેંકીશ. આના માબાપને હું શું જવાબ આપીશ” એમ કહીને સત્યવતીને હાથથી નીચે ઉતારવા માટે ધક મારીને કાઢે છે. ત્યારે તે સત્યવતી સત્યવાદીને કેની બીક છે. એમ વિચારી નિર્ભયતાથી કહે છે “તમે વગર વિચાર્યું જેમ તેમ શું બોલે છે. આ પિતે જ પોતાની છરીને પેટમાં નાખીને મરણ પામે છે. સત્ય તે આજ જાણવું કે–આ દેવીદિન મારા પિતાને પુત્ર જાણ. અજ્ઞાનથી પિતાની માતા ઉપર કુદષ્ટિના વિચાર રૂપી પાપના પાયશ્ચિત લેવા માટે તેણે આત્મહત્યા કરી છે. હું પણ આની ચિતામાં મારા દેહને ફેંકીને મરીશ. મારા નાશ માટે તમારે નિષ્ફલ મહેનત ન કરવી. હવે આના શરીરને નીચે સ્થાપે. અને