________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૫૩
રાજાના ગળા ઉપર એવો પ્રહાર કરે છે, જેમ ધડ અને માથે એકી સાથે જુદુ થયું. થડા કાળ સુધી ધ્રુજતું ધડ પણ ચેતના રહિત થયું, એ પ્રમાણે ચંદ્રસેન રાજા પારકી સ્ત્રીના સંગની ઈચ્છાથી, અપૂર્ણ ઈચ્છાવાળે મરણ પામીને દુર્ગતિમાં ગયે.
મરણ પામેલા તે રાજાને જોઈને ભયવાળી તે સત્યવતી “આ મહેલમાંથી કેવી રીતે બહાર નીકળીશ ? અથવા પતિને આપેલા સમયે કેમ મળીશ ?” એમ ઉપાય શોધે છે. મહેલના દરવાજાને સુભટ સમુદાયથી સુરક્ષિત જાણીને તાત્કાલિક ઉત્પન્ન બુદ્ધિવાળી તેણીએ પલંગના ઉપર રહેલા રાજાના શબને દૂર કરીને તેના સુતરની પાટી લઈને મહેલની પાછળના ભાગમાં રહેલી બારીના છેડે બાંધીને મધ્યરાત્રિએ ત પાટી વડે નીચે ઉતરી. રાજમાર્ગે જતી નગરના દરવાજા પાસે ગઈ. તે બારણું બંધ જેઈને નગરના ગંધાતા પાણીને જવાના માર્ગથી કટપૂર્વક તે નગરની બહાર નીકળી. પતિના મલવાની આશાથી હર્ષિત મનવાળી તે જલ્દી જલ્દી દક્ષિણ દિશામાં રહેલ શિવના મંદિરમાં જાય છે. ત્યાં જઈને હે સ્વામિ ! હે દેવ ! તમે કયાં છે ? વિગના દુઃખથી પીડીત એવી મને દર્શન દે. વિલંબ ન કરે. જ્યારે તેણીએ જવાબ ન મેળવ્યો, ત્યારે તેણી શિવાલયની ચારે દિશામાં તપાસ કરે છે, તો પણ તે પ્રિયને જોતી નથી. ત્યારબાદ તે શિવાલયના ગભારાના દ્વારને બંધ જોઈને મોટા સ્વરે હે પ્રિય! હે પ્રિય ! એમ પિકાર કરતી બારણાને પગથી પ્રહાર કરે છે. એમ બે ત્રણ વાર કરે છે. ત્યારે ગભારાનું બારણું ઉઘડે છે. અંદર રહેલાં દીવાના ઝાંખા પ્રકાશથી જમીન ઉપર સુતેલા પિતાના ધણીને જુવે છે. તેની પાસે જઈને સારી રીતે મુખ જોઈને આ મારો પ્રિય છે, એમ તેણે જાણ્યું. હે પ્રિય ! હું આવી આવી, એમ શબ્દ કરવાથી તેને જગાડે છે. તે જાગતું નથી.