________________
૧૫૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ત્યારબાદ શરીર દબાવીને ઉઠાડે છે, તે પણ તે ઉઠતે નથી. અને કાંઈ પણ જવાબ આપતા નથી. ફરી પણ તેણી બેલે છે હે પ્રિય ! “તમારી સ્ત્રી વર્ષને આખરે મળવાને આતુર અહીં આવી છે કેમ મૌન રહ્યા છો ? અહીંને રાજા મને હરણ કરીને અહીં આવ્યો. દેવગુરૂ કૃપાથી અખંડ શીયલવાળી મેં તે રાજાને કપટથી વશ કરી, મારી નાંખીને, આપેલા સમયે આવેલી મને કેમ જવાબ આપતા. નથી ?” તીવ્ર ઉત્કંઠાવાળી, વિયોગના દુઃખ રૂપી અગ્નિથી દાઝેલી મને આશ્વાસન આપે, તે પણ તે બેલ નથી. ત્યારે તેણે તેના શરીરને સારી રીતે તપાસ કરે છે. શ્વાસોશ્વાસ રહિત ઠંડું શરીર જોઈને “નક્કી શું આ મૃત્યુ પામ્યા છે” એમ વિચારતી તે ગભારાની ચારે બાજુમાં દષ્ટિ નાખે છે, ત્યારે ખૂણામાં એક ભયંકર સાપને જોવે છે. ધણીના શરીરને ઝેરમય જોઈને નિર્ણય કરે છે “આ સપથી મારા પતિ જરૂર કંસાયા છે, તેથી આ મરણ પામ્યા છે.” એમ નિર્ણય કરીને પતિના મરણના દુઃખ રૂપ શલ્યથી પીડાયેલી પતિના મસ્તકને પિતાના ખેળામાં મૂકીને હૃદયને કુટતી, આંસૂ સારતી વિલાપ કરે છે. “હે દેવ અકાલે તે શું કર્યું ? સ્વામિ વિનાની ક્યાં જાઉં ? ખરેખર મારું હૃદય વજથી ઘડેલું જ છે. જેથી પ્રિયના મરણથી હજાર ટુકડાથી, ભેદાઈ ન ગયું હવે મારે જીવનથી સર્યું ?” એમ બહુ વિલાપ કરતી, “નકકી રાજાની હત્યાનું પાપ કર્મ આજે મને ફળ્યું” એમ તેણી રાજ હત્યાના પાપને યાદ કરીને, ભયથી કંપતા શરીરવાળી ત્યાં રહેવાને અસમર્થ, “સ્વામીનું જે થવાનું હોય તે થાય.” એમ નિર્ણય કરીને તેના દેહને અગ્નિ સંસ્કાર કરવાને અશક્તિમાન થઈ
પ્રભાતમાં રાજપુરૂષો મને પકડી જશે, એમ ભયભીત થયેલી શિવાલયમાંથી જલ્દી બહાર નીકળીને આગળ જંગલના રસ્તે ચાલી.