________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
આ બાજુ તે સત્યવતી ચંદ્રસેન રાજાને કહે છે “બળાત્કારથી મારા હરણ વડે તારૂ કાંઈ પણ કાર્ય સિદ્ધ થશે નહિ. કારણ કે હું શીલવતી સ્ત્રી છું. પ્રાણુતે પણ શીયલ ખંડીશ નહીં. તેથી મને લઈ જઈને શું કરીશ ?” પર સ્ત્રીમાં રક્ત માણસ આ લેકમાં કલ્યાણ પામતા નથી. પર લેકમાં રાવણની જેમ નરકમાં દુઃખની પરંપરાને અનુભવે છે. આથી મારા ઉપર દયા કરીને રણમાં ત્યજીને તું જા. કામાંધ બધી બાજુથી બંધ હોય છે. એ વચનને સત્ય કરી બતાવતા તે ચંદ્રસેન રાજ તેણીના વચનને નહિ સાંભળતા જલ્દી, જલ્દી, અશ્વને હાંકતે, સંધ્યા સમયે પિતાના નગરની પાસે આવ્યો, અને ગુપ્ત દ્વારથી નગરમાં પ્રવેશ કરીને, નિર્જન સ્થાનમાં રહેલા, શસ્ત્રધારી સુભટોથી રક્ષણ કરાયેલ મહેલમાં આવીને, સત્યવતીને ઉપરના માળે મૂકીને ફરી અશ્વ ઉપર આરૂઢ થઈને પિતાના રાજ મંદિરે આવ્યો.
અને તે સત્યવતી રાત્રિને વિષે ધણી-પુત્રના વિયેગના દુઃખથી ભૂખ-તરસને ન ગણતી, હૃદયમાં શીલ રક્ષણ માટે નમસ્કાર મહામંત્રને યાદ કરે છે. આ કષ્ટમાંથી નીકળવાને ઉપાય વિચારે છે. શું હું આ મહેલ ઉપરથી પડીને આત્માને નાશ કરું ? અથવા આ રાજાને હણુને નાસી જાઉં ? શું કરું ? અથવા શીયલનું કેવી રીતે રક્ષણ કરું ? વિગેરે ચિંતામાં રાત્રી પસાર કરી. પ્રભાતમાં સૂર્ય હજાર કિરણે વડે પૃથ્વીને પ્રકાશે છે. મહેલની વિવિધ શોભાઓ અને મધ્યમાં રહેલી રંગભૂમિ પણ તેણીના મનને આકર્ષણ કરતી નથી. બધુંય સ્મશાન જેવું લાગે છે. આ સુભટો વડે રક્ષાયેલા મહેલમાંથી કેમ નીકળીશ? અથવા ચિંતા વડે સર્યું. “જુદા જુદા છેતરવાના પ્રકારોથી કામાંધ રાજાને છેતરીને અહીંથી નીકળવું એ જ સારું છે.” એમ વિચારતા પહેલે પ્રહર ગયે. ત્યારે તે કામાંધ ચંદ્રસેન રાજા જુદા જુદા ઘરેણુઓથી વિભૂષિત થઈને