________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જેમ મરી જઈશ” એમ સાંભળીને બ્રહ્મદત્ત પુત્રસહિત પ્રિયાને વૃક્ષની છાયામાં મૂકીને કઈ દિશામાં પાણી છે, તે જાણવા માટે ઊંચા વૃક્ષ ઉપર ચઢીને ચારે દિશામાં દૂર સારસ, હંસ, બગલા ચક્રવાક આદિ જુદા જુદા પક્ષિઓના સમૂહથી વિભૂષિત એક મોટું સરોવર જોવે છે. ત્યારપછી જલ્દીથી ઉતરીને સ્ત્રીને કહે છે “અહીંથી ગાઉ પ્રમાણુ ભૂમિ ઉપર સરોવર છે. તેથી તું અહીં શાંત ચિત્ત રહે, બે ઘડી માત્રા કાળમાં ત્યાં જઈને જલદીથી પાણી લાવીને તેને પાઈશ.” એમ કહીને તે પાણી માટે ગયો. તે સત્યવતી પુત્રને પાસે રાખીને ધણીના વિરહથી દુઃખી થયેલી આર્તધ્યાનમાં પડેલી વિવિધ વિચારોના વશથી અને રસ્તાના થાકથી તથા ઠંડા પવનથી તેણીને નિદ્રા આવી, ત્યારે તેણીએ સ્વપ્નામાં “એક વીરપુરૂષ બળાત્કારથી તેને હરણ કરીને લઈ જાય છે એમ જેવું છે. એકાએક જાગેલી તે સ્વપ્નના ફલને વિચારે છે “આ દુરિવપનનું ફલ આગળ કેવું થશે તે હું જાણતી નથી.” શું ધણીને અને પુત્રને વિગ થશે ? હે ભગવાન ! દીન વત્સલ ! અશરણને શરણરૂપ ! અનાથના નાથ ! કૃપાળુ પ્રભુ ! મારું શીયલ ર. મારે ધણી અને પુત્ર સાથે કદાપિ વિયોગ ન કરાવશે.” ઈત્યાદિ ધ્યાન કરતી તેણી દૂરથી આવતા કોઈ એક ઘોડા ઉપર આરૂઢ થયેલા પુરૂષને જોવે છે. જેઈને વિચારે છે “વૈષની વિભૂષા વડે આ કઈ રાજપુરૂષ છે. અને તે પુરૂષ તેને એકલી જોઇને તેણીની પાસે આવ્યો. તેણીને રૂપવાળી જોઈને કામપ્રહઝરત થયેલો તે કહે છે “હે સુંદરી ! તું કેણ છે! કયાંથી આવી છે ! અહીં એકલી કેમ રહી છે ! આજે ખરેખર હું કૃતાર્થ થયે, મારે ઘણી સુંદર સ્ત્રીએ છે, પરંતુ તારા જેવી એક પણ નથી, તેથી તેને પટરાણી પદે સ્થાપીશ. એમ સાંભળીને જલદી રોષ પામેલી તે કહે છે.
“હે મૂર્ખ ! આટલું પણ તું નથી જાણ, જે સતી છે, તે