________________
શીલવતીની કથા
ઘર કાર્યમાં પણ કુશલ છે. એના જેવી બીજી કોઈ કુશલ નથી. આની સાસુ નિર્ભાગી છે. આવી ભક્તિભાવવાળી પુત્રવધૂથી ધર્મમાં પ્રેરણા કરાયા છતાં ધર્મ કરતી નથી. આવું સાંભળીને પુત્રવધૂના ગુણથી આનંદિત થયેલી મને તેણીના મુખથી ધર્મ પામ્યાને છે મહિના થયા. તેથી પુત્રવધૂએ છ મહિના કહ્યા તે વ્યાજબી છે.” પુત્રને પૂછયું.–તેણે પણ કહ્યું–‘રાતે સતત ધર્મોપદેશ આપવામાં તત્પર પત્ની એ “સંસારની અસારતા બતાવવા વડે. અને ભેગવિલાસનું પરિણામ દુઃખદાયી હોવાથી તથા ચેમાસા માં નદીના પુર સમાન યૌવન હોવાથી વળી દેહની ક્ષણભંગુરતાને લીધે જગતમાં ધર્મ એ જ સાર છે. એમ ઉપદેશ અપાયેલ. હું જન ધર્મને આરાધક થો, આજે (તેને) પાંચ વર્ષ થયા. તેથી વહુએ મને ઉદ્દેશીને પાંચ વર્ષ કહ્યા તે સત્ય છે.
આ પ્રમાણે કુટુંબની ધર્મ પ્રાપ્તિની વાત થયે છતે વિદુષી પુત્રવધૂનું યથાર્થ વચન સાંભળીને પ્રતિબોધ પામેલ લક્ષ્મીદાસ ઘડપણમાં પણ ધર્મ આરાધીને પરિવાર સહિત સારી ગતિ પામે. ઉપદેશ–સસરા આદિને વિશેષ બેધ કરનાર શીલ
વતીનું દૃષ્ટાંત સાંભળીને આત્માને હંમેશાં ધમથી વાસિત કરે.