________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અનુપમ ગણેશની મૂર્તિ નીકળી. તે જોવા માટે ઘણા લોકો આવી પહોંચ્યા અને તે પ્રતિમાની શિલ્પકળાને અત્યંત પ્રશંસે છે ત્યારે તે ઇંદ્રદત્ત પણ પુત્ર સહિત ત્યાં આવી પહોંચ્યો. તે ગણેશની પ્રતિમા જોઈને પુત્રને કહે છે– હે પુત્ર ! આજ શિલ્પકળા કહેવાય. કેવી પ્રતિમા બનાવી છે. આને બનાવનાર ખરેખર ધન્યત્તમ અને વખાણવા લાયક છે. જે ક્યાંય પણ જરા પણ ભૂલ છે ? જો તું આવી પ્રતિમા બનાવે ત્યારે તારી શિલ્પકળાની પ્રશંસા કરૂં અન્યથા નહિ.”
પુત્ર પણ કહે છે– હે પિતા ! આ ગણેશની પ્રતિમા મેંજ કરી છે એની હેઠે ગુપ્ત નામ પણ મેં લખેલું છે. પિતા પણ લખેલું નામ વાંચી ખિન્નહૃદયવાળા પુત્રને કહે છે—હે પુત્ર ! આજથી તું આવી શિલ્પકળા યુક્ત સુંદરતમ પ્રતિમા કરવાને ક્યારે પણ શક્તિમાન બનીશ નહિ, જ્યારે હું તારી શિલ્પકળામાં ભૂલ બતાવતે ત્યારે તું પણ વધારે સુંદર કામ કરવામાં તલ્લીન ઝીણું ઝીણું શિશ કરતા હતા. તેથી તારી શિલ્પકળા પણ વધતી હતી.
હવે “મારા સર બીજો નથી' એમ મંદ ઉત્સાહથી તારામાં આવી શિલ્પકલા સંભવશે નહિ. આ પ્રમાણે તે રહસ્ય યુક્ત પિતાનું વચન સાંભળી પગમાં પડીને પિતા તરફથી પ્રશંસા કરાવવા સ્વરૂપ પિતાને અપરાધ ખમાવે છે, પરંતુ તે સમદત્ત ત્યારથી માંડીને તેવી શિલ્પકળા કરવાને અસમર્થ બન્યું. ઉપદેશ–ગુણના સમુહને આપવાવાળું શિલ્પીના પુત્રનું
દૃષ્ટાંત જાણુને પૂજ્ય પુરૂષોના વચનને સાંભળીને વિપરીત વિચારે નહિ,