________________
૩૮ પારકાનું અશુભ ચિતવવામાં
સુંદરીની કથા આડત્રીસમી
પારકાનું જે વિચારવામાં આવે તે જરૂર પિતાને જ આવી પડે છે. સ્ત્રી વડે ચિતવાયેલી હિંસા તેણુને પિતાને વિષે જ તે પરિણમી.
અવધિજ્ઞાન યુક્ત વરદત્ત નામના મુનિવર વિચરતા કૌશામ્બી નગરના ઉદ્યાનમાં આવ્યા. મહીપાલ રાજા તેમજ દેશના નગરજને સાંભળવા ઉદ્યાનમાં આવ્યા. ઉપદેશ આપવાના અવસરે કહે છે “સાધુઓ. સર્વત્ર ચંદ્રની જેમ બધાને આહલાદ પમાડનારા હોય છે. શત્રુ ઉપર અથવા મિત્ર ઉપર, અપરાધીમાં કે નિરપરાધીમાં સરખા ભાવવાળા વાય છે.એમ કહીને હસતા રહ્યા. ત્યારે રાજા અને લોકે પૂછે છે “હે ભગવાન ! કારણ વિના કેમ હસે છે ! સાધુને આ અયોગ્ય છે.”
ત્યારે અવધિજ્ઞાની કહે છે “આ લીમડાના ઝાડ ઉપર રહેલી સમડી પૂર્વ ભવના વૈરના કારણથી ક્રોધથી મને હણવાને ઈરછે છે.