________________
જ્ઞાનચભમરીની કલા એકતાલીશમી
એવા સુપ્રસન્ન મુખવાળા પ્રધાનપુત્રને જુવે છે ત્યારે બધાય આશ્ચર્ય યુક્ત ભયને વહન કરતા એક બીજાના મુખ ઉપર, પાપેલી દષ્ટિવા બોલવા લાગ્યા. “હે અમાત્ય ! આ શું આશ્ચર્ય દેખાય છે. તે મંત્રી જવાબ આપે છે. “રાજા પોતે જ અહિ પરમાર્થ જાણે છે, પણ બીજે કાઈ નહિ, જેના ઘેર પેટી છે, પહેરેગીરે છે, જેને સીલબંધ કરવામાં આવી છે, જેને તાળાઓ દેવાયા છે, ત્યાં બીજો કોણ જાણુનાર હોય ?” મૂઢતાને પામેલે રાજા પણ કહે છે આ તારા જ્ઞાનને વિષય છે. ત્યારબાદ રાજા વડે અલંકારથી સત્કાર પામેલે તે મંત્રી કહે છે “હે દેવ ? એટલું જ માત્ર મેં જાણ્યું, જે મારા પુત્રથી સર્વનાશ થશે, પરંતુ અંબેડાના છેદનથી થશે, તે મેં જાણ્યું ન હતું. તેથી પેટીમાં સારી રીતે છૂપાવેલો પુત્ર તમને સોં, જેથી આપની પ્રત્યક્ષ થયે છતે અપરાધનું સ્થાન હું ન થાઉં. આથી જણાય છે કે નક્કી પૂર્વભવને કઈ પણ વેરી દેવ હોવો જોઈએ જે કારણથી મને દુઃખમાં નાખવા માટે આને આકાર ધારણ કરીને તે દેવે આ સઘળું આચર્યું છે, એમ સંભવે છે. ત્યારબાદ વિશ્વાસ બેસવાથી સર્વેએ આ એ જ પ્રમાણે છે એમ કહ્યું. નહીંતર આ તારે પુત્ર સુરક્ષિત કરાયેલે આવું કાય કેમ કરે ? હે દેવ ! પ્રતિકાર કરતે છતે અચિંત્ય કર્મ પણ આ પ્રમાણે ફલે છે, માટે બુદ્ધિમાન પુરુષોનું આચરણ પણ કર્મના અશુભ ફલના વેગને રોકે છે. એથી અવસર પામીને કેઈ સ્થળે કર્મ બલવાન બને છે. તેમજ ઉદ્યમ પણ કોઈ જગ્યાએ બલવાન હોય છે. આ પ્રમાણે પરિપકવ બુદ્ધિવાળા મનુષ્યનું જેવું આચરણ તેવું જ આચરણ કર્મ અને પુરૂષાર્થનું પણ જાણવું. જેમ કહ્યું છે –
કઈવાર જીવ બળવાન, કેઈવાર કર્યો બળવાન હોય છે, કોઈકવાર ધનવાન બળીઓ હોય છે અને કેઈવાર દેવાદાર બળવાન થાય છે.