________________
તીવ્ર પાપના ઉદય ઉપર કાલસૌકરિક કસાઈની
કથા ત્રીશમી
ઘોર હિંસામાં આસક્ત જીવોને કઈ પણ કાલે સમાધિ થતી નથી. મૃત્યુ સમયે મતિ ભ્રષ્ટ થયેલ
કાલસૌકરિકનું દષ્ટાંત જાણવું. રાજગૃહી નગરીમાં શ્રેણિક નામને રાજ હતું. તેના નગરમાં કાલ-- સૌકરિક નામે કસાઈ છે. અભવ્ય એવો તે હંમેશાં પાંચસ-૫૦૦ પાડાને મારે છે. તેથી ભયંકર હિંસા વડે તેણે સાતમી નારકપૃથ્વી કરતાં પણ વધારે પાપ એકઠું કર્યું. મરણ સમયે તે સોળ મેટા રોગથી ઘેરાય. ઘણું તિવ્ર અશુભકર્મના ઉદયથી તે પાંચે ઈદ્રિયના વિષયને વિપરિત અનુભવે છે. સુખના વિષયને દુઃખ માને છે. તેને સુલસ નામને પુત્ર, અભયકુમાર મંત્રીના સંગથી ધર્મિષ્ઠ થયે હતે. સર્વ આદરથી પિતાના, વ્યાધિને પ્રતિકાર કરાવે છે તે પણ તે ક્યાંય પણ સુખ પામતે નથી. ત્યારે સુલસ પોતાના મિત્ર અભયકુમારને પૂછે છે. અભયકુમાર કહે છે. “હે ભાઈ ! તમારા પિતાએ જીવ હિંસા કરવાથી તિવ્ર પાપ બાંધ્યું છે. તે અશુભ કર્મ આ ભવે ઉદયમાં આવ્યું છે તેથી ઈદ્રિયને જે પ્રતિકૂલ, હોય તે ઉપાય તું કર. કાંટાની પથારીમાં એને સુવાડો પણ સારી પથારીમાં નહિ. ગંદા મલ–મૂત્રથી લીંપ પણ ચંદનથી નહિ. ખારું, તીખું, કડવું અને દુર્ગધવાળું પાણી પીવડાવો પરંતુ મીઠું પાણી નહિ. જેથી તે સુખ પામે.” સુલસે તેમ કર્યો છતે સંતેષ પામેલે તે કાલસૌરિક છેડો. સમય જીવીને મરણ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે--