________________
હર
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જાણે છે કે નહિ ?'' તેણે કહ્યું “હુ· હેાડી ચલાવવા સિવાય કાંઈ પણ જાણતા નથી.’” ત્યારે શેઠે કહ્યું “ન ા તારું તા પેપણું જીવન નિષ્ફલ ગયું.”
આવા પ્રકારની વાર્તા ચાલતે છતે તે સમુદ્રમાં પ્રચંડ પવન ઉત્પન્ન થયા, નાવના પણ હમણાં સેા કકડા થઈ જશે એમ જાણીને નાવિકે કહ્યું હું શેઠ ? તમને તરવાનું જ્ઞાન છે કે નહિ ?’’ શેઠે કહ્યું “હું બીજું બધું જાણું છું પરંતુ તરવાનું જ્ઞાન મને નથી.” ત્યારે ખન્નાસી કહે છે હે શ્રીમાન હમણાં આ નાવ મારે વશ નથી. અતિ જોરાવર પવનથી ખેંચાતું પાસે રહેલી શિલા ઉપર (ફૂટી જશે) ભાંગી જશે. અને સા ટુકડા થઈ જશે. મારું તે પાણુ જીવન નિષ્ફળ ગયું પણ તમારુ આખું જીવન નકામું ગયું. મને તે તરવાનું જ્ઞાન છે તેથી સમુદ્રના પાર પામીશ. પણ તમે તે। આ સમુદ્રમાં ડુબી જશે!' એમ કહેતા તે નાવિક શિલા સાથે ભટકાવાથી સેા ટુકડા થયેલી હાડીમાંથી સમુદ્રમાં પડીને તરીને પાર પામ્યો. તરતાં નહિ આવડવાથી શેડ તા દરિયામાં ડુબી ગયા. એ પ્રમાણે બધી કળાઓ શીખીને જે ભવરૂપી સમુદ્ર તરવાને માટે ધર્મ કળા શીખતા નથી તે શેઠની જેમ સંસાર સમુદ્રમાં ડુબે છે.
ઉપદેશ—શરીરને નાવ કહી છે, જીવ નાવિક કહેવાય છે. સંસાર સમુદ્ર કહેવાય છે, મહાઋષિએ તેને તરે છે.
ધ જ્ઞાન રહિત શેઠનું સમુદ્રમાં ડૂબવુ જાણીને હું ભવ્ય જીવેા ! તમે સસાર સમુદ્ર તરવાના અભ્યાસમાં ભાવપૂર્વક ? ઉદ્યમ કરો.