________________
100
પ્રાકૃત વિજ્ઞાન સ્થાએ
વિનતી સાંભળેા. અમારા સ્વામી નાના પુત્ર મૂકીને પરદેશમાં મરણુ પામ્યા છે, અને બાળક જાણતા નથી કે આ બેમાંથી કાણુ મારી માતા. છે ? ત્યારે કપટી સ્વભાવવાળી અપરમા કહે છે, કે મારા પતિની લક્ષ્મી મારી જ છે, વળી આ પુત્ર મારે વિષે જન્મ્યા છે તે કારણથી જેણીના આ પુત્ર છે દ્રવ્ય પણ નક્કી તેણીનું જ છે. આ વિવાદના નિર્ણય માટે તમારી પાસે આવેલા અમારે ધણા કાળ લાગ્યો છે તે આજે જેમ આ વિવાદનો નિકાલ થાય તેમ કરેા. મ`ત્રીએ ધન અને પુત્ર તે બંને સ્ત્રીઓને આપીને કહ્યું આ વિવાદ અપૂર્વ છે કેવી રીતે સુખેથી પતાવી શકાય. એમ મંત્રી કહે છે ત્યારે અમાત્યના પુત્રે કહ્યું “ હે ત્રિવર ? જો આપની આજ્ઞા હોય તે આ વિવાદને ખરેખર પતાવી આપું. ત્યારે રા અપાયેલા તે મ་ત્રિપુત્રે તે બંને સ્ત્રીને કહ્યું કે અહીં ધન અને પુત્રને હાજર કરા, તેઓએ તેમ કયે તે ત્યાં કરવત મંગાવાઈ પછી. ધનના બે ભાગ કર્યા, અને પુત્રના બે ભાગ કરવાને બાળાની નાભિ ઉપર જેટલી વારમાં કરવત મૂકે છે. તેટલામાં પુત્રની સાચી માતા. કુદરતી સ્નેહથી ભરેલી કહે છે “જો આ વિવાદ ખીજી રીતે ન પતાવાય તા અપરમાતાને પુત્ર અને લક્ષ્મી આપી દે. પણ પુત્રનું મરણુ ન થવા દો.” મ‘ત્રિપુત્રે જાણ્યું કે “આ પુત્ર આના છે પણ પેલીના નથી. ત્યારબાદ તે અપરમાતાને હાંકી કાઢી મૂકી, પુત્ર અને ધન સાચી માતાને આપ્યું. એ પ્રમાણે તે મંત્રિવર તે મંત્રીપુત્રની તેવા પ્રકારની ખ્રુદ્ધિથી. ખુશ થયા અને તે મંત્રિપુત્રને પોતાના ઘેર લઈ જઈને એક હાર સાના મહેાર આપી.
ચોથા દિવસે રાજપુત્ર ‘જો મારે રાજ્યસ ંપત્તિનું પુણ્ય હોય તે સારી રીતે પ્રગટ થાય' એમ વિચારતા નગરના મધ્યભાગમાં નીકળ્યા. હવે તેના પુણ્યના ઉદયથી તે જ ક્ષણે તે નગરના રાજા અપુત્રીએ. નિમિત્ત વિના જ મરણ પામ્યા. રાજ્યયોગ્ય પુરૂષની શોધ ચાલી ચારે નિમિત્તિયા વડે જણાવાયેલ . તે રાજપુત્ર તે રાજાના રાજ્ય