________________
પુણ્ય પાપની ચતુરાઈથ્વી ઉપર મંત્રિપુત્રની કથા જારી ધાદિકથી વિદ્યાનું પણ પિષણ શું ફેગટ થયું ? આ પતિને ધિક્કાર થાઓ.
એમ કહી બુદ્ધિ નિધાન મહામંત્રીને કહે છે “હે મંત્રીવર્ય ? તમારે આ પ્રશ્નને ઉત્તર ત્રણ દિવસમાં આપ, નહિતર તમને દંડ કરીશ, અને મંત્રીપદથી તમે ભ્રષ્ટ થશે. એમ કહીને સભા વિસર્જન કરી. ચિંતાયુક્ત તે મંત્રી ઘેર ગયે. ઉત્તર આપવાની ચિંતામાં તેને ભોજન પણ ભાવતું નથી. જ્યારે ભેજન સમયે થયે છતે તે ન આવ્યા ત્યારે તેની ચતુર પુત્રી ચંદ્રકાન્તા જે આઠ વર્ષની હતી તે પિતાજી પાસે આવીને કહે છે “હે પિતાજી? હું ભૂખી થઈ છું. તેથી જલ્દી જમવા માટે આવે.” મંત્રીએ કહ્યું–“આજે હું ઘણે ચિંતાતુર છું તેથી તું જ ભોજન કર” તેણીએ પૂછયું–“તમારે કેવા પ્રકારની ચિંતા છે? વળી તમે ન જમે છતે હું કેમ ભોજન કરું ? ત્યારે મંત્રીએ સ્નેહપૂર્વક રાજાના પ્રશ્નને વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને તે વિદુષી પુત્રી કહે છે “આ પ્રશ્નને ઉત્તર હું રાજાની સમક્ષ આપીશ. ચિંતા ન કરે. હમણ ભોજન માટે ઉભા થાવ.” પુત્રીનું વચન સાંભળીને હર્ષપૂર્વક “આ શું જવાબ આપશે, એમ વિચારતો, ઉઠીને તેણીની સાથે ભોજન કરવા લાગે. ભોજન કર્યા બાદ પૂછે છે–“હે પુત્રી અને જવાબ શું ? તેણી કહે છે અને ઉત્તર એમ ન કહેવાય ? રાજાની સમક્ષ હું જરૂર કહીશ તમારે તેમાં સંદેહ ન કરો. જ્યારે રાજાની સભામાં જવાનું હોય ત્યારે મને સાથે લઈ જવી.
સંતોષ પામેલે મંત્રી કહે છે “આજથી ત્રીજે દિવસે આને ઉત્તર આપવાનું છે, જ્યારે હું રાજાની સભામાં જઈશ ત્યારે તેને સાથે લઈ જઈશ. રાજા આગળ આ શું કહેશે એમ વિચારતા ત્રીજો દિવસ આવ્યું. પ્રભાત સમયે સભામાં જવાના સમયે પિતાની પુત્રીને લઈને રથમાં બેસાડીને ઘેરથી નીકળે. પિતાની સાથે જતી પુત્રીએ