________________
- અતિરાગાંધ ઘનિકની કથા
ચોત્રીશમી
કકક
સી વિગેરેના રાગમાં મૂઢબનેલ આત્મા અહિતને પણ હિત માને છે. (જેથી મૂઢ બનેલો) પ્રિય (સ્વામી) છાણ વડે કરેલા શાકને સ્વાદિષ્ટ માને છે.
કેઈ નગરમાં એક ધનવાન રહેતું હતું. તેને બે સ્ત્રીઓ હતી. તેમાં જુની પત્ની પતિ ઉપર પ્રેમવાળી હતી અને બીજી નવી પત્ની પતિ ઉપર રાગ વિનાની હતી. સ્ત્રી સ્વભાવથી પરસ્પર કલેશ અને વાણી કલહ કરતી તે બંનેને જોઈને તે ધનિકે જુદા ઘરમાં તેઓને રાખી. મૂઢ સ્વરૂપવાળો તે નવી સ્ત્રીમાં ગુણેને જોવે છે અને જુની સ્ત્રીમાં દેષ જુવે છે. હંમેશા વારા પ્રમાણે તેઓના ઘેર રહે છે. જ્યારે જુનીને વારો આવે છે ત્યારે તે પતિનું સન્માન કરે છે. સ્નેહપૂર્વક સારી રીતે રાંધેલું સરસ ભોજન જમાડે છે તે પણ તે ભોજનને દોષ જ કહે છે “તેં સારું ન રાખ્યું. કાચી, નીરસ રસોઈ કરી. રાંધવાનું નથી જાણતી ? તારા કરતાં તે નવી સ્ત્રી વધારે સારું સરસ ભેજન બનાવે છે.”
આ પ્રમાણે તે રાગથી અંધ થયેલ જુની સ્ત્રીને નિંદે છે. નવી સ્ત્રી કેઈકવાર અપમાન કરે છે. સ્નેહરહિત તે જમાડે છે તે પણ મૂઢ બનેલે તે તેણીને જ વખાણે છે. એમ સમય પસાર થાય છે. એક વાર જુની સ્ત્રીના ઘેર જમવા માટે તે આવ્યો. તેણ સત્કાર પૂર્વક ભાવ સહિત સત્કારીને તેને સ્વાદિષ્ટ, રસયુક્ત, રાંધેલી રસોઈ થાળીમાં પીરસે છે. તે પણ તે બેલે છે. “તે સારું નથી રાંધ્યું. આ મને નીરસ જણાય