________________
અતિરાગાંધ ધનિકની કથા
૧૦૫
છે. તેથી તું તે નવી સ્ત્રીના ઘેર જઈને ડું શાક લઈ આવ. જેથી તે શાકની સાથે આ રાક પણ મને ભાવે. ત્યારે તેણે પતિને મૂઢ જાણીને નવી સ્ત્રીના ઘેર જઈને પતિને માટે શાક માગે છે. કહે છે. “મારું રાંધેલું અનાજ પતિને ગમતું નથી તેથી વધારે સ્વાદિષ્ટ કાંઈ પણ શાક આપ.”
ત્યારે દુષ્ટ એવી તેણીએ છાણ લઈને તેલ, મરચું વિગેરેથી વધારીને આપે છે. અને તેણે તે લઈને ઘરમાં જઈને પતિને આપે છે. જમતે એ તે મૂઢ તેને (શાકને) બહુ વખાણ સ્ત્રીને કહે છે, તેણીએ કેવું સ્વાદિષ્ટ રાંધ્યું, તારાથી પણ ઘણું વધારે સારું બનાવ્યું છે.”
એમ રાગમાં અંધ બને તે અશુભને પણ શુભ માનતે હર્ષ પૂર્વક ખાય છે જુની સ્ત્રીએ આ છાણનું બનાવેલું શાક છે એમ સાચું કહ્યું તે પણ તે મૂઢ પુરુષ માનતો નથી. ઉપદેશ-જ્ઞાન આપનારું, દષ્ટિ રાગથી અંધ બનેલાનું
દૃષ્ટાંત જાણીને સુખ ઈચ્છતા માણસે તેને (દષ્ટિ રાગનો) દૂરથી ત્યાગ કરવો જોઈએ.