________________
૯૦
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
હૃદયમાં રહેલા ભાવ જાણીને ચાર ચારાનું શું થયું, એ જોવાને માટે રાજાએ ચરપુરૂષને માકળ્યા. એક પહાર ગયે તે ચરપુરૂષ આવ્યા છતા રાજાને કહે છે. “હે મહારાજ ! પહેલા કામળ વચનથી ટપકા દેવાયા છતા, ઘેર જઈને, થોડા પણ ઠપકા હિ સહન કરતા દાંત વડે જીભ કચડીને મરણ પામ્યા. ખીજો કઠેર (અક્ષર વડે) શબ્દથી તિરસ્કાર કરાયેલા તે હું કદાપી મુખ બતાવીશ નહિ.' એમ કહીને પરદેશ ગયા.
ત્રીજો જે સભાની વચ્ચે શિક્ષા કરાયા હતા તે ઘરમાંથી બહાર જવાને ઈચ્છતા નથી. ચોથા વળી જેને ગધેડા ઉપર બેસાડીને નગરમાં ભમાડવાના આદેશ કરાયા હતા, તે તેા ગધેડા ઉપર અવળા મુખે ખેસાડાયેલા નગરમાં ભમાડાતા, જુદા જુદા અપમાનજનક વચનેાથી નગરજને વડે નિંદાતા શરમ વિનાના, પોતાના ઘર નજીક આવ્યો છતા તે કુતુહલ જોવાને આવેલી પેાતાની સ્ત્રીને કહે છે——‘હમણાં હું બાકી રહેલી એ શેરીએ ભમીને જલ્દી આવીશ. તે તું જલદી પાણી ગરમ કરી રાખજે, એમ જાસુસે કહેલા વૃત્તાંતને સાંભળીને બધા કુમાર મંત્રીની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા.
ઉપદેશ—ચાર ચારના સદ્ભાવ અને અસદ્ભાવ જોઈને તમે કુમાર મંત્રીની જેમ તેવા પ્રકારની પરીક્ષા કરનારા થાઓ.