________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પરિવારની સાથે બોલતી નથી. ત્યારે તેણીના પતિએ મેટા પુત્રની સ્ત્રીને કારણ પૂછ્યું. તેણે કારણ કહ્યું. તે સાંભળીને તે ચાર પુત્રોએ વિચાર્યું કે આપણા પિતા લેભાંધ છે. સારા ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાપરવું તે દૂર રહ્યું. જ્ઞાતિ જમણ પણ કરતાં નથી. તેથી આપણી યશ કીર્તિ ક્યાંથી હોય ? આથી કેઈ પણ ઉપાયથી જ્ઞાતિ જમણ કરવું જોઈએ. પિતા તરફ વાત્સલ્ય ભાવવાળા નાના ભાઈએ કહ્યું “હું પિતાને વેપારકાર્યમાં તેવી રીતે રાખીશ કે જેથી તે જ્ઞાતિ જમણને જાણશે નહિ. તમે પણ બધા જ્ઞાતિજનોને આમંત્રણ આપીને ઘરના આંગણે બધાને જમાડે. તેઓ વડે સ્વીકારાયું.
બીજા દિવસે કેઈ મહત્સવ પ્રસંગે જ્ઞાતિના માણસને આમંયા. ઘરના આંગણે રસોઈ તૈયાર કરાવી. બધા જ્ઞાતિજને જમવા માટે આવ્યા. તે વખતે નાના પુત્ર વડે પિતા લેવા દેવાના વ્યાપાર કાર્યમાં રોકાયા હતા. આવેલા લેકેને અવાજ સાંભળીને પિતાએ પૂછયું.
આજે કેમ માણસોને કે લાહલ સંભળાય છે ?” નાના પુત્રે કહ્યું કાંઈ નહિ કારણ પ્રસંગે આવ્યા હશે.” પિતાએ શંકાથી ઉઠીને બારીમાંથી બહાર જોયું ત્યારે જ્ઞાતિજને જમતા દીઠા. અને વિચાર્યું “ખરેખર પુત્રો વડે હું છેતરાયે છું. અરે, અરે, મને ધિકકાર છે. મેં મારા હાથે કાંઈ પણ સુકૃત ન કર્યું.” એમ ધીરજ ગુમાવતે તે જમતા લેકોની પંગત બહાર દૂર રહેલા એક સાધુ યુગલને ભિક્ષા માટે ફરતું જોયું. તે જોઈને તેને શુભ ભાવ ઉત્પન્ન થયે. અને વિચાર્યું હું ધન્ય છું જેથી આ બે મુનિઓ મારી નજરે આવ્યા. અહીંથી જઈને મુનિઓના ચરણમાં નમીને શુદ્ધ આહાર આપું” એમ વિચારતે સુપાત્ર દાન આપવાના મનવાળો તે નીસરણીથી નીચે ઉતરતે પગ
ખ્ખલિત થવાથી એકદમ નીચેની ભૂમિ ઉપર પડ્યો. ગાઢતર ઉપઘાતથી તત્કાલ મરણ પામ્યો. આહાર આપવાની વિચારણાથી મનુષ્ય