________________
૨૪ શિલ્પ કળાની વૃદ્ધિમાં શિલ્પીપુત્રની કથા ચાવીસમી
પિતાએ શીખવેલા પુત્ર કળા રૂપી સમુદ્રને પાર પામે છે, જો પ્રશંસા કરાયા હૈાય તે પાર્ પામતા નથી, જેમ શિલ્પિના પુત્ર.
અવંતીપુરીમાં ઈંદ્રદત નામે શ્રેષ્ઠ શિલ્પી હતા. તે શિલ્પકળાથી સર્વ જગતમાં પ્રસિદ્ધ થયા. એના જેવા બીજો કાઈ પણુ શિલ્પી નથી. એને સામદત્ત નામે પુત્ર હતા. તે પિતા પાસે શિલ્પકળા શીખતા ક્રમે કરીને પિતાથી પણ ઘણા શિલ્પકળા કુશલ થયા. સેામદત્ત જેટલી પ્રતિમા બનાવે તેમાં તેમાં પિતા કાંઈ ને કાંઈ ભૂલ બતાવે છે. કયારે પણ વખાણુ કરતા નથી. તેથી તે સૂક્ષ્મ દૃષ્ટિથી સૂક્ષ્મ સૂક્ષ્મ શિપક્રિયા કરીને પિતાને બતાવે છે. પિતા તેમાં પણ કાંઈક સ્ખલના દેખાડે છે. તે ઘણું સુંદર શિલ્પ કર્યું” એમ કદાપિ તેની પ્રશંસા કરતા નથી. પિતા પ્રશંસા નહિ કરતે તે તે વિચાર કરે છે—મારા પિતા મારી કલાની “કેમ પ્રશંસા કરતા નથી ? તેથી તેવા ઉપાય કરુ` કે જેથી પિતા મારી કલાને વખાણે.
એક વાર તેના પિતા કામ પ્રસંગે ગ્રામાંતર (બીજે ગામ) ગયા ત્યારે તે સામદત્ત શ્રી ગણેશની અતિસુંદર પ્રતિમા કરીને તેની હેઠે ગુપ્ત પેાતાના નામથી 'કિત કરીને તે મૂર્તિ પોતાના મિત્ર દ્વારા જમીનની અંદર મૂકાવે છે. કાળાંતરે ગ્રામાંતરથી પિતા આવી પહોંચ્યા. એક વખત તેના મિત્ર માણસાની આગળ આ પ્રમાણે કહે છે—આજે મને સ્વપ્ન આવી ગયું છે, તેથી અમુક ભૂમિમાં પ્રભાવશાલી ગણેશની પ્રતિમા છે.’ ત્યારે લેાકાએ તે પૃથ્વી ખાદી. તે પૃથ્વીમાંથી અત્યંત સુંદર
૬