________________
પણ શેઠની વાર્તા તેવીસમી કેટલાક કજુસ ધનવાને દ્રવ્ય કદાપિ આપતા નથી, પરંતુ ગાલિપ્રદાન કરે છે જેમ શ્રેષ્ઠિના
પુત્રનું (શેઠ ગાળ આપે છે) દષ્ટાત, કઈક નગરમાં એક શ્રેણિપુત્ર રહે છે. ભવિતવ્યતાના યોગે તે અત્યંત નિર્ધન બન્યો. ઉત્તમકુલમાં ઉત્પન્ન થવાથી કોઈની પણ પાસે કાંઈ પણ માગતા નથી. તેથી તેના પુત્રો પણ પૂરું ભેજન નહિ મળવાથી દુઃખી થાય છે. ત્યારે પુત્રોના દુઃખથી દુઃખી થયેલી સ્ત્રી કહે છે –“હે સ્વામી, આ પુત્ર ભેજનના અભાવે મરી જશે, તેમને પુત્રોનું દુઃખ જોઈને શું દયા નથી આવતી? આથી પુત્રોની ઉપર અનુકંપા કરીને કોઈની પણ પાસે જઈને, કાંઈ પણ લઈ આવી પુત્રોને પાળો. અન્યથા તેઓ મરી જશે. તેઓની હત્યાથી ઉત્પન્ન થયેલું પાપ પણ તમને લાગશે.' તે સ્ત્રીને કહે છે-“આજ સુધી મેં કોઈની પાસે માગ્યું નથી, હવે હું કયાં જાઉં ? કોને પ્રાર્થના કરું ? સ્ત્રી કહે છે “તમારા પિતાના મિત્રશેઠને ઘરે જાઓ તે જરૂર કાંઈ પણ આપશે.' સ્ત્રીના અત્યંત આગ્રહથી તે પિતાના પિતાના મિત્રશેઠને ઘેર ગયે. ત્યારે તે શેઠ આસન ઉપર બેસીને આવક જાવકનું નામ લખતા હતા. તેને નમીને આગળ તે બેઠે. “આ ધન હીન થઈ ગયો છે, તેથી કાંઈ પણ માંગવાને આવ્યો છે એટલે મૌન જ શ્રેય છે, એમ વિચાર કરીને શેઠ શાખામાં તલ્લીન રહે છે. તેની સાથે