________________
સંસારની અસારતા ઉપર નાગદત્તશેઠની કથા
૪૭
જોયું કે જેથી હસીને ગયા. પછીથી ઉપાશ્રયે જઈને આનું કારણુ મુનિને પૂછીશ.' એમ વિચારી ક્ષાંતરમાં તે ચિંતારહીત થયેા. ફરી પણ મધ્યાહ્ન સમયે તે સાધુ ભિક્ષા માટે તેને ઘેર પધાર્યા, ત્યારે ભાજન કરતા નાગદત્ત શેઠના ખેાળામાં તેમને પુત્ર રમે છે. તેની સ્ત્રી યશામતીએ ભાવથી મુનિના સત્કાર કરીને નિર્દોષ ભિક્ષા આપી. ત્યારે પિતાના ખેાળામાં રમતા પુત્રે મૂતરીને શેના ભાજનને અને વસ્ત્રને મૂત્રથી ભરી દીધું. સૂત્રને દૂર કરીને ભાજન કરતા નામદત્ત ખાલે છે.—હે પ્રિયા આ પુત્ર મારુ. ભાજન અને વસ્ત્ર બગાડયા એમ ખેાલતે છતે તે સાધુએ નાગદત્તના મુખને જોઈને કાંઈક હસીને નીકળ્યા. હસતા મુનિને જોઈને નાગદત્ત પ્રિયાને કહે છે—હે સ્ત્રી, આ મુનિ મને જોઈને હસીને ગયા તેમાં શું કારણ છે ? અથવા હસવાના સ્વભાવવાળા તે છે. સવારમાં પણ ચિતારાઓને વિવિધ ચિત્રો કરવા માટે પ્રેરણા આપતા મને જોઈને હસેલા. હમણાં પણ હસીને ગયા,
,
યશામતી ખેાલે છે—હે નાથ, કારણ વિના મુનિએ કદાપિ હસતા નથી, જરૂર કાંઈ પણુ એમાં પ્રયેાજન હશે. નાગદત્ત કહે છે—ત્યારે જરૂર, હું મુનિ પાસે જઈને હસવાનું કારણ પૂછીશ, એમ ખોલીને ભાજન કરીને દુકાને ગયા.
નમતે પહેારે દુકાને બેઠેલેા નાગદત્ત લે, વેચ કરતા હતા, ત્યારે રાજમામાં એક બકરાને લઈને જતા ચહેંડાલના હાથમાંથી છૂટીને તે બકરા દુકાનમાં રહેલા તે નાગદત્તને જોઈને તેની દુકાનમાં ચઢી ગયા. પછી બકરાને લેવા માટે ચંડાલ પણ દુકાને આવીને નાગદત્તને કહે છે—આ બકરી અમારા છે. તેથી મને આપે. જો તેની ઉપર ધ્યા હાય તેા તેનુ ચેાગ્ય મૂલ્ય આપીને લઈ લે ? ચંડાલને જોઈને ભયુ