________________
૧૯
બુધ્ધિનુ” મૂલ્યાંકન દર્શાવવા વિષે કથા આગણીસમી
સ કાર્યોમાં બુદ્ધિનુ મૂલ્ય દશ હજારનુ છે અને નાકરનું મૂલ્ય એક રૂપીએ છે. ય‘ત્રાલયનુ’ દૃષ્ટાંત છે.
એક યંત્રાલયમાં દશ હજાર માણસે કામ કરે છે. એક વાર તે ત્રાલય એકાએક સંચા નહિ ચાલવાથી બંધ થઈ ગયુ . કાઈ પણ રીતે ચાલતું નથી. ત્યારે યંત્રાલયના સંચાલક યંત્રાલય ચલાવવામાં ર્નિાત શિલ્પીને જલ્દી ખાલાવે છે. તે આવ્યા. યંત્રાલયને જુએ છે. બ્લેઇને કહે છે—દશ હજાર રૂપિયા લઈને આ યંત્રાલય ચાલુ કરી આપીશ. અંગીકાર થયે છતે શિલ્પીએ બુદ્ધિથી જે સ્થળે, જે કારણથી અટકયુ હતું તે કારણ જાણીને તે સ્થાનને હથાડાથી પ્રહાર કર્યો. ત્યારે તે યંત્રાલય ચાલવા લાગ્યું. તે શિલ્પીએ દશ હજાર રૂપિયા માગ્યા, ત્યારે તે યત્રાલયના માલિક કહે છે હશેડાથી મારવાના તો એક જ પિયા હાય, દશ હજાર મને અયોગ્ય લાગે છે પ્રહાર તો મારા નોકર પણ કરે.’
તે શિલ્પી કહે છે—સાચું. મે હથાડાના પ્રહારને તેા એક જ પિયા લીધા છે પરંતુ દશ હજારમાં એક આ તા (અર્થાત્ ૯૯૯૯) હથાડાના પ્રહાર કર્યાં કઈ યુક્તિથી આપવા જોઈએ તે બુદ્ધિથી જાણીને લીધે છે. અન્યથા નહિ.'
ઉપદેશ—આ પ્રમાણે મૂલ્યનું માન જણાવનારું બુદ્ધિ અને કકરના કાર્યનું કથાનક સાંભળીને બુદ્ધિથી વિભૂષિત થાઓ.
卐卐