________________
૧૮
અમાંગલિક પુરૂષની કથા અઢારમી
આ પૃથ્વી પર અમંગલ મુખવાળા કોઈ પણ માણસ નથી. વધના આદેશ પામેલા પુરુષથી રાજા અમગલ મુખવાળા કરાયા,”
એક નગરમાં એક અમાંગલિક મુગ્ધ પુરૂષ હતા. તે એવા છે, કે જો કોઈ પ્રભાતમાં તેનું મુખ જુએ તા તે ભાજન પણ મેળવે નહિ. નગરજના પ્રભાતે કાઈ વાર પણ તેનું મુખ જોતાં નથી. રાજાએ પણ અમાંગલિક પુરૂષની વાત સાંભળી. પરીક્ષા માટે રાજાએ એક વાર પ્રભાતકાળે તેને ખેાલાવ્યા. તેનુ મુખ જોયું.
જ્યારે રાજા ભાજન માટે બેસે છે અને કાળા મુખમાં નાંખે છે ત્યારે આખા નગરમાં આચિતા પર ચક્રના ભયથી કાલાહલ થયા. ત્યારે રાજા પણ ભોજન છેડીને એકદમ ઉઠીને સૈન્ય સહિત નગરમાંથી બહાર નીકળ્યો. ભયનું કારણ નહિ જોઈને ફરી પાછા આવ્યા છતાં રાજા વિચાર કરે છે—આ અમાંગલિકનું સ્વરૂપ મેં પ્રત્યક્ષ જોયુ. તેથી આ હણવા યોગ્ય છે.' એમ વિચાર કરીને અમાંગલિકને ખેાલાવીને વધ માટે ચંડાલને આપે છે. જ્યારે આ રડતા, પોતાના કર્મને નિતા ચડાલ સાથે જાય છે ત્યારે એક ધ્યાળુ બુદ્ધિમાન વધ માટે લઈ જવાતા તેને જોઈ તે કારણ જાણીને તેના રક્ષણ માટે કાનમાં કાંઈક કહીને ઉપાય બતાવે છે. હર્ષ પામતા તે જ્યારે વધ સ્તંભે ઊભા રખાયા ત્યારે ચંડાલ તેને પૂછે છે—જીવન વિના તારી કોઈપણ ઈચ્છા હોય તે માગ ? તે કહે છે મારે રાજાનુ' મુખ જોવાની મુચ્છા છે ?' ત્યારે તે રાજાની પાસે લવાયા. ત્યારે રાજા તેને પૂછે છે—શું અહા આવવાનું પ્રયાજન ?’