________________
૧૭
નિર્ધાંગી નિધનની કથા સત્તરમી
આગળ પણ પડેલું ધન ભાગ્યહીન પુરૂપે. જોતા નથી. જેમ : નેત્રવાળા હોવા છતાં આંધળાની જેમ અનુકરણ કરવાથી કુંડલ ગુમાવ્યું.
કાઈક ગામમાં નિધન નિર્ભાગી કાઈક માણસ હતા. તે કષ્ટથી જીવન ચલાવે છે. એક વાર તે વનમાં ગયે.. ત્યાં એક વિદ્યાધર અને વિદ્યાધર વિમાનમાં બેસીને જાય છે. તે નિધન તે દંપતી વડે દેખાયા. વિદ્યાધરી તે નિર્ધનને જોઈને પેાતાના પતિને કહે છે—હે જો આપણા દષ્ટિ માર્ગમાં આવી ગયા છે, તેા આ જોઈએ.’
પ્રિય ! આ નિર્ધન જરૂર સુખ પામવા
વિદ્યાધર કહે છે—આ નિધન ભાગ્ય વિનાના છે. દ્રવ્ય આપ્યા છતાં પણ નિર્ભાગ્યપણાથી તે નિર્ધન થશે.' વિદ્યાધરી કહે છે—હે પતિ તમે કંજૂસ છે. તેથી એમ કહેા છે.' વિદ્યાધર કહે છે—‘હું સાચું કહું છું. હું પ્રિયા, તને વિશ્વાસ ન હોય તો આની પરીક્ષા કરીએ. જે રસ્તે આ જાય છે તેનાથી આગળ કઇંક દૂર રરતામાં કરાડ મૂલ્યવાળુ આ કુંડલ હું મૂકીશ. જો તે તેને લેશે તે તેનું આ કુંડલ' એમ કહીને તે વિદ્યાધર તે નિનની નહિ બહુ દૂર નહિ બહુ નજીક એમ તે કુંડલ મામાં મૂકયું. જતા તેને તે કુંડલ જ્યારે નજીક આવ્યું ત્યારે તે ભાગ્યહીનતાથી આ પ્રમાણે વિચાર કરે છે ‘આંધળા કેવી રીતે ચાલે' એમ વિચાર કરીને તે આંધળા થઈને (બન્ને આંખો મી’ચીને) માર્ગમાં ત્યાં સુધી ચાલ્યા, જ્યાં સુધીમાં તે કુંડલ પાછળ રહ્યું. તે નિર્ધન સન્મુખ રહેલું પણ કુંડલ નિર્ભાગ્યતાથી ન પામ્યા. અને તે કુંડલ વિદ્યાધરે લઈ લીધું.
તે