________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નામ લખીને રાખેલું છે. તે તે મારા મરણ પછી તમારે પિતા પોતાના નામ પ્રમાણે ગ્રહણ કરવું. ધર્મ કરવા માટે પુત્રો પાસેથી ધન લઈને સારે ધર્મ કરવામાં વાપરવું. મારા સે રૂપીઆ પણ તમારે ભૂલવા નહિ, એ અવસરે આપવા. તે ડોસ મિત્રની બુદ્ધિથી તુષ્ટ થયું. ઘેર જઈને પુત્રો પાસે પેટી મંગાવી લઈને રાતે તે સે રૂપીઆને સો-હજાર-દશ હજાર વગેરે ગુણાકાર કરવાથી ફરી ફરી તેને જ ગણે છે. પુત્રો વિચારે છે–પિતાજી પાસે બહુ ધન છે. અને તેથી તેઓ સ્ત્રીઓને પણ કહે છે. તે બધા ડોસાને બહુ સત્કારે છે અને સન્માને છે. પુત્રવધૂઓ પણ તેને અતિ આગ્રહથી “હું પહેલી” “હું પહેલી' એમ બેલીને ભેજનને માટે લઈ જાય છે. સ્વાદિષ્ટ સરસ ભોજન આપે છે. તેના વસ્ત્રો પણ હમેશાં ધૂવે છે. પહેરવા માટે ધોયેલાં વસ્ત્રો આપે છે. એમ વૃદ્ધને સુખેથી કાળ જાય છે.
એક વાર મરણ સમય નજીક આવે છતે પુત્રને કહે છે– મારે ધર્મ કરવાની ઈચ્છા છે, તેથી સાત ક્ષેત્રોમાં કાંઈક પણ ધન આપવા ઈચ્છું છું.” પુત્રો પણ પિટીમાં રહેલા ધનની આશાએ આપે છે. તે વૃદ્ધ
જીર્ણ મંદિરમાં ઉપાશ્રય અને સુપાત્ર વગેરેમાં યથાશક્તિ દ્રવ્ય આપે છે. પિતાના પ્રિય મિત્ર સેનીને પણ પિતાના હાથે સે રૂપીઆ પાછો આપે છે.
એમ સારા ધર્મ કાર્યોમાં ધનને વ્યય કરીને મરણ કાળે પુત્ર અને પુત્રવધૂઓને બોલાવીને કહ્યું–આ પેટીમાં બધાને નામ લખીને મેં ધન મૂક્યું છે તો તે મારા મરણ કાર્ય કરીને તમારે લેવું” એમ કહીને સમાધિથી તે ડેસે મરણ પામે.
પુત્રો પણ તેની મરણ ક્રિયા કરીને, જ્ઞાતિજનોને પણ જમાડીને ઘણું ધનની આશાથી જ્યારે બધા ભેગા મળીને પેટી લે છે ત્યારે તેની અંદર પિતે પોતાના નામ યુક્ત કાગળોથી વીંટેલા પત્થરના ટુકડા અને તે સો રૂપિયા જોઈને અરે ડોસાએ આપણને છેતર્યા