________________
છે૧૬
-
પુત્રી વડે પરાભવ પામેલા પિતાની
વાર્તા સેળમી
જ્યાં સુધી દ્રવ્ય નથી વહેસું ત્યાં સુધી પુત્રો વશ રહેનારા હોય છે. અને લક્ષ્મી મળે છતે
સ્વચ્છતી અને દુ:ખ આપનારા થાય છે, કેઈ નગરમાં એક વૃહને ચાર પુત્રો છે. તે ડોસાએ દરેક પુત્રોને પરણાવીને, પિતાના ધનને ચાર ભાગ કરીને, પુત્રોને ધન વહેંચી આપ્યું તે ધર્મારાધનમાં તત્પર નિશ્ચિતપણે કાળ પસાર કરે છે સમય જતાં તે પુત્રો સ્ત્રીઓના વૈમનસ્ય ભાવથી જુદા ઘરવાળા થયા. વૃદ્ધને હંમેશાં એક એક ઘેર ભોજનને વારે બાંધી આપે. પહેલા દિવસે મોટા પુત્રને ત્યાં ભોજન માટે ગયે, બીજે દિવસે બીજા પુત્રને ઘેર એમ ચેથા દિવસે સૌથી નાના પુત્રને ઘેર ગયે. એમ તેને સુખેથી કાળ જાય છે.
સમય જતાં ડોસા પાસેથી ધન નહિ મેળવતી પુત્રવધૂઓથી તે ડોસે અપમાનિત થાય છે. પુત્રવધૂઓ કહે છે-“હે સસરાજી? આ દિવસ ઘરમાં શું રહે છે. શું અમારાં મઢાં જોવાનું રહે છે ? સ્ત્રીઓ પાસે રહેવું પુરુષોને યોગ્ય નથી. તમને શરમ પણ નથી આવતી? ઘરમાં