________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ક્યાં રહ્યા હતા ? હમણું હું ઉઘાડીશ નહિ. જ્યાં ઉઘાડું બારણું હેય. ત્યાં જાઓ.' એમ કહીને મૌન રહ્યા.
ત્યારે તે બને નજીકના ઘોડાના તબેલામાં ગયા ત્યાં પાથરવાના અભાવે અતિ ઠંડીથી પીડાયેલા તે બંને ઘાડાની પીઠ ઢાંકવાના વસ્ત્રને લઈને ભૂમી પર સુતા. ત્યારે વિજયરામ જમાઈએ વિચાર કર્યો–“અહીં અપમાન સહિત રહેવું ઉચિત નથી.” ત્યારે તે મિત્રને કહે છે. હું મિત્ર ! કયાં આપણી સુખ શમ્યા અને કયાં આ જમીન ઉપર આળોટવાનું ? આથી અહીંથી જવું તે સારું છે' તે મિત્ર કહે છે – આવા પ્રકારના દુઃખમાં પણ પારકું અન્ન કયાંથી ? હું તે અહીં રહીશ. જે તું જવાને ઈચ્છતે હે તે જા.”
ત્યારે તેણે પ્રભાતે પુરોહિત પાસે જઈને શીખ અને રજા માંગો ત્યારે પુરેહિતે “સારું” એમ કહયું. એમ જમીન ઉપર શા મળવાથી તે ત્રીજે જમાઈ વિજયરામ પણ નીકળી ગયે.
હવે ફકત કેશવ જમાઈ ત્યાં રહ્યો. છ જવાને ઈચ્છતો નથી. પુરેહિત પણ કેશવ જમાઈને કાઢવાને યુકિત વિચારીને પોતાના પુત્રને કાનમાં કંઈક કહીને “જયારે કેશવ જમાઈ ભેજન માટે બેઠો અને પુરોહિતને પુત્ર પાસે ઉભે છે ત્યારે તે આવ્યું છત પુત્રને પૂછે છે–પુત્ર ! અહીં મેં રૂપીયો મૂક્યો હતો તે કેણે લીધે ? તે કહે છે– હું જાણતો નથી. પુરોહિત કહે છે--તેં જ લીધો છે, હે અસત્યવાદી જૂઠાબોલા પાપી નિર્લજજ તે મને આપી દે. નહીં તે તને મારીશ” એમ કહીને તે જોડો લઈને મારવા માટે દોડ પુત્ર પણ મુઠી વાળીને પિતા સામે ગયે. તે બન્નેને લડતા જોઈને કેશવ તેમની વચ્ચે જઈને લડે નહિ, લડે, નહિ' એમ કહીને