________________
પુત્રો વડે પરાભવ પામેલા પિતાની વાર્તા પુત્રોની દુકાને જાઓ.” એમ પુત્રવધૂઓથી અપમાનિત થયેલે તે પુત્રોની દુકાને જાય છે. ત્યારે પુત્રો પણ કહે છે.– હે ડોસા ! અહીં કેમ આવ્યા. ઘડપણમાં ઘરે રહેવું જ સારું છે. તમારા દાંત પણ પડી ગયા, આંખનું તેજ પણ ગયું, શરીર પણ ધ્રુજે છે અહીં તમારું કાંઈ પ્રયોજન નથી. તેથી ધરે જાઓ.” એમ પુત્રોથી તિરસ્કાર પામેલો તે ઘેર જાય છે. ત્યાં પુત્રવધૂઓ પણ તેને તિરસ્કારે છે. પુત્રના પુત્ર પણ તે ડોસાની કાછડી કાઢી નાખે છે. કોઈ વાર મુંછ અને દાઢી પણ ખેંચે છે. એમ પ્રમાણે બધા વિવિધ પ્રકારે ડોસાને હસે છે. પુત્રવધૂઓ પણ ભોજનમાં લુખ્ખો અને કાચે રોટલો આપે છે. એમ પરાભવ પામેલ ડો વિચાર કરે છે. “શું કરું ? કેમ જીવન નીભાવીશ ? એમ દુઃખ અનુભવતો તે પોતાના મિત્ર સોની પાસે ગયો. પોતાના પરાભવનું દુઃખ તેને કહે છે. અને દુઃખ મીટાવવાને ઉપાય પૂછે છે”
સોની બેલે છે –“હે મિત્ર ! પુત્રને વિશ્વાસ કરીને બધું ધન આપી દીધું તેથી દુઃખી થયો તેમાં શું આશ્ચર્ય ? પિતાને હાથે કર્મ કર્યું તે પોતે જ ભોગવવાનું હોય તે પણ મિત્રપણથી તે આ પ્રમાણે ઉપાય બતાવે છે–તમારે પુત્રોને આ પ્રમાણે કહેવું–મારા મિત્ર સેનીને ઘેર રૂપીઆ દીનાર અને ઘરેણુથી ભરેલી એક પેટી મેં મૂકી છે. આજ સુધી તમોને કહેલું નહીં. હવે વૃદ્ધાવસ્થાથી હું અશક્ત થઈ ગયો છું. તેથી સારા ધર્મ કાર્યોથી સાતક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કરીને પરલેકનું ભાતું એકઠું કરીશ.' એમ કહીને પુત્રો પાસે આ પેટી ઘરે મંગાવી. લેવી. પેટીમાં હું સે રૂપીઆ મૂકીશ. તેને વળી મધરાતે (ખખડાવી ખખડાવીને) ફરી ફરી તમારે છે અને હજાર રણકારપૂર્વક ગણવા જેથી પુત્રો માનશે-“હજુ પણ ઘણું દ્રવ્ય પિતા પાસે છે ત્યારબાદ ધનની આશાથી તે પહેલાંની માફક જ ભક્તિ કરશે. પુત્રવધૂઓ પણ તેમજ સત્કાર કરશે. તમારે બધાને કહેવું–આ પેટીમાં બહુ ધન છે. પુત્ર અને પુત્રવધૂઓના