________________
S
૨૦ ધમ સાંભળવામાં તેચ્છની કથા વીશમી
સાવધાન માણસને ધમ શ્રવણથી આનદ ઉત્પન્ન થાય છે, પ્રમાદી મ્લેચ્છને હરિસ્થાને રસ ખારે લાગે છે.
કઈક નગરમાં એક બ્રાહ્મણ હંમેશાં ધર્મ સાંભળવાના સ્વભાવવાળી હતી. તે હંમેશાં ભટ્ટ પાસે જઈને પવિત્ર હરિકથાના રસવાળા ધર્મને સાંભળે છે. સાંભળીને માણસો આગળ વખાણ કરે છે–અહે કેવો હરિ કથારસ, ખરેખર ઘણું જ સ્વાદિષ્ટ અને મનોહર છે” તેણુનું વચન ઘરની બાજુમાં રહેતા એક મોગળ એવા ઑછે સાંભળ્યું. બીજે દિવસે તે પણ હરિકથાને રસ સાંભળવા માટે ભટ્ટ પાસે ગયે. ત્યાં ઘણું માણસે ભટ્ટ પાસે હરિકથારસને સાંભળે છે. તે મ્લેચ્છ પણ એક ખુણામાં બેસી હરિકથારસ સાંભળે છે. ત્યારે તેને આનંદ ન થયું. પ્રમાદથી નિદ્રા પામે. (ઊંધી ગયે) તે વખતે ત્યાં એક કૂતરે આવી પહોંચે તે, ઊંધતા એવા તેના ઉઘડી ગયેલ મોઢામાં જાતિ સ્વભાવથી એક પગ ઊંચો કરીને મૂતરીને ભાગ્યે. તે જાગતે છતે વિચાર કરે છે–તે બ્રાહ્મણીએ કહ્યું હતું—“હરિરસ મધુર અને સ્વાદિષ્ટ છે, આ વળી ખારો. કેમ?” ત્યારે તે ઉઠીને બ્રાહ્મણી પાસે જઈને કહે છે–“તું તે હંમેશા કહે છે કે હરિરસ ઘણો સ્વાદિષ્ટ અને મનહર છે પરંતુ મને હરિરસ ખારો આવ્યો.” તેણુએ તેનું સ્વરૂપ જાણુને કહ્યું—“તું ત્યાં નિદ્રા પામે તેથી તને ખારો રસ આવી ગયે, એ પ્રમાણે પ્રમાદીને ધર્મ પ્રાપ્તિ થતી નથી, આથી અપ્રમત્ત ભાવે ધર્મ સાંભળ જોઈએ