________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ભીત થયેલો તે બકરે બેં બેં કસ્તે દુકાનની અંદરના ભાગમાં પેઠે શેઠના નેકરેએ પણ અંદર પ્રવેશીને લાકડી વડે તેને મારીને બહાર કાઢવા છતાં પણ તે અંદર અંદર પેસે છે. ત્યારે નાગદત્ત પતે ઉઠીને તે બકરાને કાન પકડીને જોરથી દુકાન ઉપરથી ઉતારે છે. નિર્દય તે વિચારે છે.–“આમ કેટલા જીવને હું બચાવું ? આમ જીવોના રક્ષણમાં મારું ધન પણ ખલાસ થઈ જાય, ચંડાલ પણ હંમેશાં એમ કરે તેથી બહાર કાઢવો જ સારે.
એમ વિચાર કરીને બેં બેં કરતા તેને દુકાનમાંથી બહાર કાઢયે કાઢી મૂકાય છે એથી જ આંસુ સારતે, શેઠ સન્મુખ જોઈને
– હે દયાળુ ઉત્તમ શેઠ! આ ચંડાલના હાથથી મને છેડાવો, એમ મનમાં પ્રાર્થના કરતા બકરાને લઈને ચંડાલ ગયો. જ્યારે શેઠ દુકાનમાંથી બકરાને બહાર કાઢતા હતા ત્યારે તે ઉત્તમ સાધુ ઈંડિલ માટે જતા ફરી પણ શેઠ તરફ કંઈક હસીને ગયા. ત્યારે નાગદત્ત પણ આ ત્રીજીવાર હસીન જતા મુનિને જોઈ વિચાર કરે છે. આ મુનિવર આજે ત્રણ વાર મળ્યા. ત્રણેય વાર હસીને ગયા. એમાં જરૂર કાંઈ પણ કારણ હશે તેથી ઉપાશ્રયે જઈને હસવાનું કારણ પૂછીશ ?” એમ વિચારીને દુકાનેથી ઘેર જઈ ભોજન કરી. રાતે ઉપાશ્રયે ગયો, સાધુને પ્રણામ કરી પૂછયું.
હે મુનિરાજ ! આજે પ્રભાતકાળે ચિતારાઓને ચિત્ર કરવા માટે પ્રેરણ કરતા મને જોઈને શા માટે તમે હસેલા? સર્વ સંસારી જીવો પિતાના ઘરના કામે શું નથી કરતાં ? તે તમે શા કારણથી હસ્યા ? એમ પૂછવાને હું આવ્યો છું. મુનિ કહે છે – હે નાગદત્ત ! તું ભોગવિલાસમાં આસક્ત, પિતાના આયુષ્ય સમાપ્તિને નહિ જેને, ચિતારાઓને જુદા જુદા ચિત્ર કરવા માટે કહે છે પરંતુ આ મહેલમાં