________________
ગરીબ વાણિયાની વાર્તા
કહેતો ત્યારે તે યોગીએ ખાડા ઉપર રાખેલા તેના હાથને જોરથી ખસેડી નાંખે તે ત્યાં સેનામહારથી ભરેલો ચરૂ જે. અને કહ્યું – હે ભાગ્યશાળી ! તારું ભાગ્ય જાગ્યું. મને પણ એક બે સેનામહાર આપ, તારું કલ્યાણ થશે.” તે વાણુઓ કહે છે–“શું તારા બાપનું છે? હું એક પણ સેનામહેર આપીશ નહિ. તને જેમ ઠીક લાગે તેમ કર.”
યોગી કહે છે–“તારા અને મારા બાપનું નથી. તેને પુણ્ય ઉદયથી મળ્યું છે. મને થેડું આપીને તે બધું લઈ લે. લોભી વાણીઓ તેને આપવા માગતું નથી. ત્યારે તે કહે છે હું યોગી છું. લીધા વિના કદાપી હું જઈશ નહિ' એમ કહીને તેની સામે બેસી ગયા.
ત્યાર પછી ત્યાં એક રાજસુભટ તે માર્ગે જતો તે બન્નેને ત્યાં રહેલા જુએ છે. જઈને કહે છે તમે અહીં શું કરે છે ? ત્યારે તે યોગી કહે છે–“આ જમીનમાં દીનારથી ભરેલો ચરૂ છે. આને તે મળે છે. મેં થોડુંક ધન માંગ્યું. આ નથી આપતે તેથી હું અહીં બેઠો છું. તે રાજસુભટ ત્યાં આવી વાણીઆને પૂછે છે.–અહીં શું છે? વાણીઓ કહે છે. અહીં કાંઈ પણ નથી. યોગી જૂઠું બોલે છે. તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ. ત્યારે શંકાશીલ રાજસુભટ વાણીઆને કહે છે–અહીંથી ખસી જા. તે ખસતું નથી. બે હાથ ઉપર રાખીને ત્યાં બેસી રહ્યા. તેણે કહ્યું–જમીનમાં જે ધન હોય તે રાજાનું થાય, તારું નહિ, એમ કહેવા છતાં પણ જયારે તે ખસ નથી. ત્યારે જેડાવાળો પગ પીઠના ભાગ પર માર્યો તે, “અરે, અરે, હું મરાયે, એમ બેલત નિદ્રામાંથી જાગે છતેસુભટના પગના પ્રહારથી સાક્ષાત ખરેખર પિતાની પથારીમાં મલ–મૂત્ર થઈ ગયેલા જુએ છે, એગી પણ નથી. સુભટ પણ નથી.