________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બધું કહેશે ? સસરે ઊપાશ્રયે જઈને અપમાન સહિત મુનિને પૂછે છે. “હે મુનિ, આજે મારે ઘેર ભિક્ષા માટે તમે શું આવ્યા હતા ? મુનિ કહે છે–તમારું ઘર હું જાણતા નથી. તમે ક્યાં રહે છે ? શેઠ વિચારે છે–મુનિ અસત્ય કહે છે.” ફરી પણ પૂછ્યું. કેઈને પણ ઘેર છોકરી સાથે વાત કરેલી કે ? મુનિ કહે છે-“તે બાળા જિનમતમાં હોંશિયાર હતી. તેણીએ મારી પણ પરીક્ષા કરી.” તેણીએ મને કહ્યું – “સમય વિના કેમ વહેલા નીકળ્યા છે ?” ઉત્તર દીધે. –સમયનું-મરણ સમયનું જ્ઞાન નથી. તેથી પહેલી વયમાં નીકળે. છું. મેં પણ પરીક્ષા માટે સસરા વિગેરે બધાના વર્ષો પૂછયા. તેણીએ સારી રીતે કહ્યા. શેઠ પૂછે છે–સસરો ઉત્પન્ન થયો નથી એમ તેણુએ કેમ કહ્યું ? મુનિએ જવાબ આપે–તેણીને જ પૂછજે જેથી વિદુષી એવી તેણીને યથાર્થ ભાવ જણાય. સસરે ઘેર જઈ પુત્રવધૂને પૂછે છે –તે મુનિની સમક્ષ આમ કેમ કહ્યું–મારે સસરે જમ્યો પણ નથી. તેણીએ કહ્યું –હે સસરાજી ધર્મ વિનાના મનુષ્યને માનવભાવ મળે તે ન મળ્યા જેવો જ છે. કારણ કે સ૬ધર્મના કાર્યો વડે ભવ સફળ ન કર્યો તે મનુષ્ય ભવ નિષ્ફલ જ છે. તેથી તમારું જીવન પણ ધર્મરહિત બધું નિષ્ફળ ગયું ? તેથી મેં કહ્યું “મારા સસરાની ઉત્પત્તિ જ થઈ નથી.” એમ સત્ય અર્થ જાણે છતે ખુશ થયેલે ધર્માભિમુખ થયો. ફરી પણ પૂછયું- તમે સાસુને છ મહિના થયા છે એમ કેમ કહ્યું? તેણીએ કહ્યું—“સાસુને પૂછે.” શેઠે તેને પૂછ્યું–બતેણીએ પણ કહ્યું – “ પુત્રવધૂનું વચન સાચું છે. કારણ કે મને જૈન ધર્મ પામ્યાને છ મહિના જ થયા કારણ કે આજથી છ મહિના પહેલાં કઈ જગાએ મરણ પ્રસંગે હું ગયેલી. ત્યાં સ્ત્રીના જુદા જુદા ગુણદોષની વાત થઈ. એક દર ડોશીએ કહેલું—“સ્ત્રીઓમાં આની પુત્રવધૂ શ્રેષ્ઠ છે યુવાન અવસ્થામાં પણ સાસુની ભક્તિમાં તત્પર છે. ધર્મ કાર્યમાં હંમેશાં અપ્રમાદી છે,