________________
|
શીલવતીની કથા સાતમી
જે સમય ધમમાં ગયે તે જ સફળ જાણ બાકી બધે નિષ્ફલ છે. અહિ પુત્રવધૂનું ઉદાહરણ છે.
કેાઈ નગરમાં લક્ષ્મીદાસ નામે શેઠ રહે છે. તે ઘણી ધનસંપત્તિ હોવાથી ગર્વિષ્ઠ હતો. ભોગવિલાસમાં જ આસક્તિવાળો કોઈ દિવસ પણ ધર્મ કરતું નથી. તેને પુત્ર પણ એના જેવો જ છે. યૌવનમાં (જુવાનીમાં) પિતાએ ધર્મી એવા ધર્મદાસની યથાર્થ નામવાળી શીલવતી કન્યાની સાથે પુત્રનું લગ્ન કરાવ્યું હતું તે કન્યા જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે તેણીએ પિતાની પ્રેરણાથી સાધ્વી પાસે જિનેશ્વરને ધર્મ સાંભળવાથી સમ્યકત્વ અને અણુવ્રત ગ્રહણ કર્યા હતા. જૈન ધર્મમાં ઘણી જ નિપુણ થઈ હતી. જ્યારે તે સાસરે આવી ત્યારે સસરા વિગેરેને ધર્મથી વિમુખ જોઈને તેણીને બહું દુઃખ થયું. મારા પિતાના વ્રતને નિર્વાહ કેવી રીતે થશે ? અથવા કેવી રીતે દેવ-ગુરુથી વિમુખ સસરા વિગેરેને ધર્મોપદેશ થાય ? એમ તેણું વિચારે છે. એકવાર સંસાર અસાર છે, લક્ષ્મી પણ અસાર છે, શરીર પણ નાશવંત છે. એક ધર્મ જ પરલોક જનાર જીવને આધાર છે.” એમ ઉપદેશ આપવા વડે પોતાના પિતાને જિનેન્દ્ર ધર્મથી યુક્ત કર્યા. એમ સાસુને પણ વખત જતાં બધ આપે છે. સસરાને પ્રતિબંધિવાને તે તક શોધે છે